'ગુજરાત સમાચાર કાર્યાલય ખાતે ગુજરાતના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાનો સ્વાગત સમારોહ યોજાયો

ગુજરાત રાજ્યના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાએ ગત તા. ૨૨-૧-૧૫ના રોજ સાંજે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' કાર્યાલય ખાતે યોજાયેલા સ્વાગત સમારોહમાં ભાવભીનું સંબોધન કરી અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફલ્ાઇટ માટેની આપણી સૌની માગણીને સંપૂર્ણ સમર્થન આપી ભારતની વિકાસ યત્રામાં જોડાવા સૌ બ્રિટન વાસીઅોને નિમંત્રણ આપ્યું હતું.

ગુજરાત રાજ્યના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા અને તેમના શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલે ગત તા. ૨૨-૧-૧૫ના રોજ સાંજે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' કાર્યાલય ખાતે યોજાયેલા સ્વાગત સમારોહમાં ભાવભીનું સંબોધન કરી અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફલ્ાઇટ માટેની આપણી સૌની માગણીને સંપૂર્ણ સમર્થન આપી ભારતની વિકાસ યત્રામાં જોડાવા સૌ બ્રિટન વાસીઅોને નિમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગે લોર્ડ નવનીત ધોળકીયા, લોર્ડ રાજ લુંબા, લોર્ડ ડોલર પોપટ, લંડન એસેમ્બલી મેમ્બરના સદસ્ય શ્રી નવિનભાઇ શાહ સહિત ૫૦ જેટલા અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્થાનિક નેતાઅો, શ્રી ચુડાસમા તેમજ શિક્ષણ સચિવ શ્રી અરવિંદ અગ્રવાલના વક્તવ્યો અને પ્રશ્નોત્તરી રસપ્રદ બની રહી હતી. બ્રિટીશ કાઉન્સિલ દ્વારા યોજાયેલી યુકે-ઇન્ડિયા પાર્ટનરશીપ્સ ફોરમ અોપોર્ચ્યુનીટીઝ ઇન ઇંગ્લીશ સ્કીલ્સ ફોર એમ્પલોયેબીલીટી - યુકે સ્ટડી ટૂર માટે બ્રિટનના પ્રવાસે તેઅો પધાર્યા હતા. (વધુ અહેવાલ માટે જુઅો આગામી સપ્તાહનું ગુજરાત સમાચાર) 

'ગુજરાત સમાચાર કાર્યાલય ખાતે ગ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.