Ukip ના અમજાદ બશીર ટોરી પાર્ટીમાં જોડાયા

લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip)ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ચીફ પ્રવક્તા અને અગ્ર એશિયન રાજકારણી અમજાદ બશીર પક્ષાંતર કરીને કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાઈ ગયા છે. આના પરિણામે નાઈજેલ ફરાજના ચૂંટણી અભિયાનને મોટો ધક્કો પડ્યો છે. તેઓ પક્ષાંતર અગાઉ વડા પ્રધાન ડેવિડ કેમરનને પણ મળ્યા હતા.
બશીરે Ukip ને સ્વહિતને વરેલી એમેચ્યોર પાર્ટી ગણાવી કહ્યું હતું કે યુરોપિયન યુનિયનમાં સભ્યપદ અંગે જનમત લાવવા તે સક્ષમ નથી. માત્ર ટોરી પાર્ટી વાસ્તવિક પરિવર્તન લાવી શકે તેમ હોવાથી પક્ષાંતર કર્યાનું બશીરે જણાવ્યું હતું. Ukipએ શનિવારે રાત્રે કથિત નાણાકીય અને રોજગાર ગેરરીતિઓ સંદર્ભે બશીરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પક્ષના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પક્ષની તપાસમાં મળેલા પુરાવા પોલીસને સુપરત કરવામાં આવશે.
