IPL સ્પોટ ફિક્સિંગઃ કોર્ટના ચુકાદાથી કોને શું અસર થશે?
નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની કેટલાય મોટા માથાઓથી માંડીને ટીમને અસર થશે. ચુકાદાથી કોને કેવી અસર થશે તે જાણો...
• એન શ્રીનિવાસન્ઃ
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સૌથી મોટો ફટકો શ્રીનિવાસનને પડશે. આ નિર્ણયને કારણે શ્રીનીએ ઇન્ડિયા સિમેન્ટની માલિકી, સીએસકેની માલિકી કે પછી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડનું પ્રમુખપદ કોઈ એક બાબત પર પસંદગી ઉતારવી પડશે.
• મયપ્પન અને કુન્દ્રાઃ કોર્ટે ગુરુનાથ મયપ્પન અને રાજ કુન્દ્રાને ફિક્સિંગમાં દોષિત ઠેરવતાંની સાથે જ તેમને શું સજા થશે તેની ચર્ચા ચકડોળે ચડી છે. કોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે બંને દોષિત છે અને તેમને સુપ્રીમની અન્ય ખંડપીઠના અહેવાલના આધારે સજા થશે.
• સુંદર રમન્ઃ આઈપીએલના સીઓઓ સુંદર રમન્ પણ આ તપાસમાં ફસાયા છે. તેની સામે આરોપ છે કે તે બુકીઓના સંપર્કમાં હતા. આ કારણે સુપ્રીમ કોર્ટે તેની સામે વિગતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જો ગુનો સાબિત થશે તો સજા થશે.
• ચેન્નઇ સુપર કિંગ્સ-રાજસ્થાન રોયલ્સઃ સુપ્રીમ કોર્ટે આ બંને ટીમ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આઈપીએલની હવે પછીની સિઝનમાં તેઓ ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત કોર્ટે બીસીસીઆઈને અલગ સમિતિની રચના કરીને આ ટીમનાં ભાવિ અંગે નિર્ણય કરવા આદેશ આપ્યો છે.
