ડોક્ટર સામે જાતિપરીક્ષણ ગર્ભપાતના આરોપ

બર્મિંગહામઃ સેક્સ સીલેક્શન એબોર્શનના ખાનગી પ્રોસિક્યુશનમાં સ્થાનિક ડોક્ટર પલાનિઆપ્પન રાજમોહનને યુવતી ઐસલિંગ હ્યુબર્ટના આરોપોનો ઉત્તર વાળવા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો છે.

સરકારી પ્રોસિક્યુટરોએ આ કેસમાં આગળ વધવાનું નકારતા યુવતીએ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી હતી. ડેઈલી ટેલીગ્રાફ દ્વારા ૨૦૧૨માં ડો. રાજમોહનને અજન્મા બાળક છોકરી હોવાનું જણાયા પછી ગર્ભપાતની ઓફર કર્યાની ઘટનાનું ફિલ્મિંગ કરાયું હતું. ૧૮૬૧ના ગર્ભપાતવિરોધી કાયદા હેઠળ આ કેસ લાવવામાં આવ્યો છે. જાતિપરીક્ષણના આધારે ગર્ભપાત સંબંધે સ્પષ્ટ કાયદો પાર્લામેન્ટમાં ઘડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. વ્યાપક પ્રજાકીય બહાલી હોવાં છતાં સરકારે આ પગલાંને ટેકો આપવાનું નકાર્યું છે.

ડોક્ટર સામે જાતિપરીક્ષણ ગર્ભ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.