તો વિટામિન B12ની ઊણપ સર્જાય
વોશિંગ્ટનઃ વેજિટેરિયન લોકો હેલ્ધી અને ફિટ રહેતા હોવાની સામાન્ય માન્યતા છે, પણ જે લોકો ભોજનમાં પૂરતું દૂધ, ચીઝ કે ઇંડા જેવી ચીઝો નથી ખાતાં તેમને વિટામિન B12ની ઊણપને કારણે થતી તકલીફોનું પ્રમાણ વધારે હોય છે.
આ વિટામીન એક માઇક્રોન્યુટ્રિઅન્ટ છે જે હેલ્ધી નર્વ્સ સિસ્ટમ માટે જરૂરી છે. શરીરને દરરોજ જરૂરી ડોઝ ન મળે તો એનીમિયા, વિકનેસ, ચક્કર, તીવ્ર હાર્ટીબીટ્સ અને શ્વાસ ભારે થવો જેવા લક્ષણો જોવા મળે છે. ન્યૂરોલોજિસ્ટનું કહેવું છે કે જે શાકાહારીઓ દૂધ અને દૂધની પ્રોડક્ટસ પણ નથી લેતા તેમના માટે આવું થવાનું જોખમ વધુ રહે છે.
