દાદાને કચડી નાખનાર તરુણને જેલ

બર્મિંગહામઃ પરવાનગી વિના રેન્જ રોવર કાર લઈને નીકળેલા ૧૯ વર્ષીય તરુણ ક્રિપાલસિંહ સોખીએ કરેલા અકસ્માતમાં તેના દાદાને જ કચડી નાખ્યા હતા. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેને પાંચ વર્ષ જેલની સજા ફરમાવી હતી. તેને છ વર્ષ ડ્રાઈવિંગ કરવા પર પ્રતિબંધ પણ લગાવાયો હતો.
સોખી તેના નવ વર્ષનો મિત્ર સાથે ક્રિકેટ રમવા દાદા સ્ટીફન બેકેટની કાર લઈને નીકળ્યો હતો. તેણે ૮૧ માઈલની ઝડપે કાર ભગાવી હતી અને સાઈડ હમ્પ્સ કે સ્પીડ સાઈન્સની દરકાર કરી ન હતી. નવ વર્ષના મિત્રને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. બિલ્સ લેન, શર્લીમાં ગયા વર્ષની ૧૭ ઓગસ્ટની આ ઘટના બદલ સોખીએ કોર્ટ અને મિ. બેકેટના પરિવારને પત્ર લખી દિલગીરી વ્યક્ત કરી પોતાની જાતને માફ કરી નહિ શકે તેમ પણ જણાવ્યું હતું.
