પૂર્વ સોલિસિટર દીક્ષિત શાહ સામે હાઈ કોર્ટનો મનાઈ હુકમ

લંડનઃ પૂર્વ સોલિસિટર દીક્ષિત શાહ લીગલ સર્વિસીઝ એક્ટ ૨૦૦૭ હેઠળની સોલિસિટર સહિતની કોઈ કાનૂની પ્રવૃત્તિ કે પ્રક્રિયાની કામગીરી સંભાળી શકે નહિ તેવો મનાઈહુકમ હાઈ કોર્ટ દ્વારા ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ અપાયો છે.

રોજ અપાયો છે.
સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA)એ આપેલી ચેતવણી અનુસાર સંજય શાહના નામથી પણ ઓળખાતા પૂર્વ સોલિસિટર દીક્ષિત શાહને કોઈ કાનૂની પેઢીમાં કામ કરવાની મંજૂરી અપાઈ નથી. આ સંદર્ભે ફાઈનલ કોર્ટ ઓર્ડર પણ મેળવવામાં આવ્યો છે. દીક્ષિત શાહની નોંધણી ૨૦૦૨માં રદ કરાઈ હતી. છેતરપિંડીના અનેક ગુનાસર શાહની ૨૦૦૯માં ધરપકડ થઈ હતી. ટ્રાયલના આરંભે જ તેમણે કબૂલાત કરી લેતા ૬૬ મહિનાની જેલની સજા થઈ હતી અને જૂન ૨૦૧૨ના અરસામાં તેમને જેલમાંથી મુક્ત કરાયા હતા.
નોંધણી રદ કરાયેલા સોલિસિટર્સ SRAની સંમતિ સાથે કાનૂની પેઢીઓ માટે કામ કરી શકે અથવા તેમની પાસેથી મહેનતાણું મેળવી શકે છે. શાહ કોઈ કાનૂની પેઢી સાથે કામ કરી શકે તેવી કોઈ સંમતિ SRA દ્વારા અપાઈ નથી. શાહ એક કાનૂની પેઢી સાથે કામ કરતા હોવાનું જાણમાં આવતા કોર્ટ દ્વારા ૨૨ મે ૨૦૧૪ના દિવસે વચગાળાનો અને ૧૨ જાન્યુઆરીએ ફાઈનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. જે અનુસાર SRAની પૂર્વસંમતિ વિના, તેના દ્વારા સત્તા
અપાયેલી કે SRA દ્વારા નિયંત્રિત, સંચાલિત કોઈ સંસ્થામાં તેઓ મહેનતાણું કે કામગીરી મેળવી શકશે નહિ.
આ ચુકાદાનો ભંગ કરી કોઈ વ્યક્તિ શાહને મદદ થાય તેવું કાર્ય કરે અથવા આદેશની શરતોનો ભંગ કરવાની પરવાનગી આપશે તો પણ
કોર્ટની અવમાનના બદલ ગુનેગાર બનશે અને તેમને જેલ, દંડ અને મિલકતોની જપ્તી કરી શકાય છે. શાહ ચુકાદાની તારીખથી ૨૧ દિવસમાં અપીલ કરી શકે છે.

પૂર્વ સોલિસિટર દીક્ષિત શાહ સામે હાઈ કોર્ટનો મનાઈ હુકમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.