પેટ સપાટ રાખવું છે? નમક ઓછું ખાઓ

પેટ સપાટ રાખવું છે? નમક ઓછું ખાઓ

વોશિંગ્ટનઃ પેટ પર વધારાની ચરબીના થર જમા થતા રહે તો બ્લડ પ્રેશર, કોલેસ્ટરરોલ અને ડાયાબિટીસ જેવી અનેક સમસ્યાઓનું જોખમ વધે છે. 

વોશિંગ્ટનનાં આવેલા ડાયજેસ્ટિવ સેન્ટર ફોર વિમેનના ગેસ્ટ્રો-એન્ટ્રોલોજિસ્ટોનું કહેવું છે કે પેટ ફુલેલું ન રહે એ માટે ખોરાકમાં નમકની માત્રા ઘટાડવી જોઈએ. નમક ઘટાડીને જો પોટેશિયમથી ભરપૂર ફાઇબરયુક્ત ખોરાક લેવામાં આવે તો પેટ સપાટ થઈ શકે છે. નમકને કારણે શરીરમાં પાણીનો ભરાવો થવાનું અને સોજા આવવાનું પ્રમાણ વધે છે. નમકને કારણે શરીર ફૂલેલું લાગે છે. પોટેશિયમ ખનીજ શરીરમાં પાણીના પ્રમાણનું નિયંત્રણ કરે છે અને ફાઇબરથી શરીરમાં ચરબીની જમાવટ થવાની ગતિ ધીમી પડે છે. પ્રિઝર્વેટિવ્સ અને પેક્ડ ફૂડ્સમાં રહેલા વધારાના સોલ્ટને કારણે પેટની પરની ચરબીને ઘટાડવાનું અઘરું થઈ જાય છે.

પેટ સપાટ રાખવું છે? નમક ઓછું ખાઓ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.