પ્રિન્સ એન્ડ્ર્યુએ સેક્સ આક્ષેપો ફગાવ્યા

લંડનઃ દરમિયાન, દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પ્રવચન આપતા પ્રિન્સ એન્ડ્ર્યુએ માત્ર ૩૭ સેકન્ડના નિવેદનમાં ૪૬ શબ્દમાં ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સના દાવાને ફગાવી દીધો હતો. સગીર સાથે સેક્સના આક્ષેપો પછી સૌપ્રથમ વખત ડ્યુક ઓફ યોર્કે ગુરુવારની રાત્રે જાહેરમાં નિવેદન આપ્યું હતું.

તેમણે લેખિત નોંધ વાંચતા જણાવ્યું હતું કે, ‘સૌપ્રથમ મારે રેકોર્ડ ખાતર પણ ગત થોડાં સપ્તાહોની ઘટનાનો ઉલ્લેખ કરવો જોઈએ અને હું માત્ર બકિંગહામ પેલેસ દ્વારા મારા વતી કરાયેલા નિવેદનોનો પુનરુચ્ચાર જ કરવા ઈચ્છું છું.’ તેમણે ઉમેર્યું હતું કે,‘મારું ધ્યાન મારા કાર્ય પર કેન્દ્રિત છે અને આ સાંજના સમારંભમાં મેં સ્થાપેલા અને જેના માટે ઉત્કટતા ધરાવું છું તેવા કેટલાંક ઈનિશિયેટિવ્સ અંગે કહેવા માગુ છું.’ જાહેરમાં પોતાની અંગત બાબતમાં આટલું કહેવું પ્રિન્સ માટે મુશ્કેલ હતું પરંતુ વરિષ્ઠ સહાયકો અને કાનૂની સલાહકારો સાથે વિશદ ચર્ચા પછી સતત ઉછાળાતાં વિવાદાસ્પદ આક્ષેપોનો સામનો કરી લેવાનો તેમણે નિર્ણય લીધો હતો.

પ્રિન્સ એન્ડ્ર્યુએ સેક્સ આક્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.