બેનિફિટ્સ ફ્રોડસ્ટરને અનેક માફી પછી જેલની સજા

લેસ્ટરઃ લફબરોના ૪૧ વર્ષીય સઈદ અલીને અનેક ગુનાઓમાં માફી પછી હાઉસિંગ અને કાઉન્સિલ ટેક્સ બેનિફિટ્સની છેતરપીંડી અને જૂના ગુનાઓમાં માફી શરતભંગ સંદર્ભે લેસ્ટર ક્રાઉન કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી છે.

સઈદ અલી ૨૦૧૨માં મની લોન્ડરિંગ માટે દોષિત ઠર્યા હતા. આ પછીના વર્ષે તેણે વીજચોરી અને લેસ્ટરશાયર કાઉન્સિલની ચૂંટણીમાં ઉભા રહેવા ખોટા નિવેદનો આપ્યાની કબૂલાતો કરી હતી. આ દર વખતે તેને જેલની સજામાંથી મુક્ત રખાયા હતા. અલીએ ૨૦૧૩માં તેના અને રોમાનિયન ગર્લફ્રેન્ડની નાણાકીય સ્થિતિ વિશે ખોટાં નિવેદનો જાહેર કર્યા હતા. તેઓ બન્ને નોકરી કરતા હોવાં છતાં બેરોજગાર હોવાનું જણાવ્યું હતું. અલીએ ખોટાં બેનિફિટ્સની £૩,૯૮૪ની રકમ મેળવી હતી.

• નકલી પત્ની બનવા તૈયાર યુવતીને ૧૬ મહિનાની જેલઃ

વોલ્સાલના ઝફર અબ્બાસ અને નિનેવેહ રોડના દેવીન્દરસિંહ દ્વારા ચલાવાતા બનાવટી લગ્ન કૌભાંડમાં નકલી પત્ની બનેલી ૩૭ વર્ષીય માર્કસેલા બ્રોટાકને નોર્ધમ્પ્ટન ક્રાઉન કોર્ટે ૧૬ મહિનાની જેલની સજા કરી હતી. અબ્બાસને છ વર્ષ, ત્રણ મહિના તેમ જ દેવીન્દરને બે વર્ષ અને પાંચ મહિનાની સજા કરાઈ હતી. માર્સેલા તેને માત્ર ૨૪ કલાક અગાઉ મળેલા ૨૫ વર્ષીય હરજિતસિંહ સાથે ૧૨,૦૦૦ પાઉન્ડના બદલામાં લગ્ન કરવા તૈયાર થઈ હતી. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ડિસેમ્બરમાં ઈમિગ્રેશન કાયદાના ભંગ બદલ માર્સેલાને દોષિત ઠરાવી હતી. અગાઉ, હરજિતસિંહને છ મહિના જેલની સજા કરી દેવાઈ છે.

• બનાવટી ચીજોના વેચાણની રકમ પરત ન અપાય તો વધુ જેલઃ

બ્રેન્ટના યુનિટમાં આશરે ૧૭ મિલિયન પાઉન્ડની બનાવટી ફેશન આઈટમો વેચાણમાં રાખવા બદલ જેલવાસ ભોગવતા સાઉથોલના નિર્મોન ગ્રોવર અને ન્યુ પોર્ટના અજિત અરુરાને £૭૫,૦૦૦ પરત ચૂકવવા અથવા વધુ સજા ભોગવવા જણાવાયું છે. નિર્મોને £૬૩,૫૮૫ અને અજિતે £૧૩,૨૩૩ પરત ચુકવવા પડશે. આ બન્નેને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ જ છે. છ મહિનામાં નિશ્ચિત રકમ નહિ ચુકવે તો તેમની સજામાં અનુક્રમે ૨૦ મહિના અને આઠ મહિનાનો વધારો થશે.

બેનિફિટ્સ ફ્રોડસ્ટરને અનેક મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.