બેરોજગારી છ વર્ષના તળિયેઃ ૭૦૦,૦૦૦ નોકરીઓ ખાલી

બેરોજગારી છ વર્ષના તળિયેઃ ૭૦૦,...

લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ બ્રિટનમાં છ વર્ષ કરતા વધુ ગાળામાં સૌથી તળિયે પહોંચ્યો છે. સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાના ગાળામાં નોકરીવિહોણાની સંખ્યા ૫૮,૦૦૦ ઘટીને કુલ ૧.૯૧ મિલિયનના આંકડે પહોંચી હતી, જે ૨૦૦૮ના ઓટમ પછી સૌથી નીચી છે. કામ કરનારા લોકોની સંખ્યા વિક્રમી ૩૦ મિલિયન છે.

ડિસેમ્બર મહિનામાં જોબસીકર્સ એલાવન્સ લેનારાની સંખ્યા ૨૯,૬૦૦ ઘટીને ૮૬૭,૦૦૦ થઈ હતી. સતત ૨૬ મહિનાથી આ સંખ્યા ઘટી રહી છે. રોજગારીમાં વધારો થવાં છતાં ખાલી નોકરીઓ ૧૯,૦૦૦ના વધારા સાથે ૭૦૦,૦૦૦ના વિક્રમી આંકડે પહોંચી છે. બીજી તરફ, સરેરાશ કમાણીમાં પણ નવેમ્બર સુધીના એક વર્ષમાં ૧.૭ ટકાનો વધારો નોંધાયો હતો.

ગયા વર્ષમાં બેરોજગારીમાં ૪૧૮,૦૦૦નો ઘટાડો થયો હતો, જ્યારે ગયા વર્ષના ૭.૧ ટકા જોબલેસ દરની સામે વર્તમાન દર ૫.૮ ટકા છે. બેરોજગારી ઘટવાના સારા સમાચાર સાથે આર્થિક રીતે નિષ્ક્રિય લોકોની સંખ્યા પણ ૬૬,૦૦૦ વધીને ૯૦ લાખથી ઉપર પહોંચી ગઈ છે. આ લોકોમાં લાંબા સમયથી બીમારીની રજા ભોગવતા, સગાંની દેખભાળ કરતા અથવા કામની શોધ છોડી દેનારાનો સમાવેશ થાય છે.

બેરોજગારી છ વર્ષના તળિયેઃ ૭૦૦,...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.