મીઠીવિરડીનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ આગળ વધશે

ભાવનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાતમાં પરમાણુ કરારનો મુદ્દો છવાયેલો રહ્યો છે. આ સંજોગોમાં ભાવનગરના મીઠીવિરડી ખાતેનો સૂચિત ૬ હજાર મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ હવે આગળ વધવા મામલે ગુજરાત સરકાર આશાવાદી છે.

મોદી સરકારે જમીન સંપાદન ધારામાં ફેરફાર કરતો વટહુકમ જારી કર્યો છે, એ પછી નોડલ એજન્સી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઝડપથી જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાશે. આ સૂચિત પ્રોજેક્ટ માટે જસાપરા, મીઠી વિરડી, માંડવા અને ખાદરપર ગામોના ૩૦૦ જેટલા ખાતેદાર ખેડૂતોની ૬૦૮ હેક્ટર જમીન સંપાદન થવાની છે, જ્યારે ૧૬૯ હેક્ટર સરકારી જમીન પ્રોજેક્ટ માટે અનામત થઈ ચૂકી છે. બીજી તરફ આ સૂચિત પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ પણ છે. ગયા વર્ષે સરકારી અધિકારીઓ ખેડૂતોને પેકેજ બાબતે સમજાવવા ગયા હતા ત્યારે પણ આ ચારેય ગામોના લોકોએ પ્રોજેક્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો. અત્યારે પણ આ ચારેય ગામના સરપંચોએ પ્રોજેક્ટ રદ કરવા બરાક ઓબામાને ખુલ્લો પત્ર લખ્યો છે. જોકે, સૂત્રો કહે છે કે, મોદી સરકારે જમીન સંપાદન ધારામાં કરેલા સુધારાથી પેકેજ કોઈ રીતે ઘટશે નહિં પરંતુ સંપાદનની પ્રક્રિયા ઝડપી બનશે.

મીઠીવિરડીનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ આગળ વધશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.