લગ્નમાં શું ન પહેરીને જવાય?

લગ્નમાં શું ન પહેરીને જવાય?...

કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ કોઇને સતાવતી હોય છે. નજદીકના સ્વજનના લગ્ન હોય તો તો સમજ્યા, અન્યનાં લગ્નમાં પણ દરેકને સૌથી બેસ્ટ લાગવું હોય છે, પરંતુ તમારે ખરેખર જો આકર્ષણનું કેન્દ્ર બનવું હોય તો કેટલુંક પ્લાનિંગ જરૂરી છે.

લગ્નમાં જવા માટેના બેસ્ટ આઉટફિટ ટ્રેડિશનલ ઇન્ડિયન અને મોડર્ન સ્ટાઇલિંગનો સમન્વય હોઈ શકે. અહીં સાડીથી લઈને લહેંગા, શરારા, અનારકલી કે સલવાર-કમીઝમાંથી કંઇ પણ પસંદ કરી શકાય. જોકે અહીં કેટલીક ચીજો એવી પણ છે જે લગ્નમાં પહેરવા માટે જરા પણ સૂટેબલ નથી. જોઈએ એ શું હોઈ શકે.
• પ્લેન બ્લેક કે વાઇટઃ આ બન્ને રંગો ભલે ગમે તેટલા ટ્રેન્ડમાં હોય અને તમારા ફેવરિટ હોય તો પણ ભારતીય પરંપરાના લગ્ન માટે એ સૂટેબલ નથી. રેગ્યુલર વાઇટ કે બ્લેક લગ્નપ્રસંગે કોઇ પણ સંજોગોમાં ન ચાલે. હા, પુરુષો બ્લેક ટક્સીડો પહેરે તો ચાલી જાય. સ્ત્રીઓએ તો ઓરેન્જ, રેડ, પિન્ક, પર્પલ જેવા શેડમાંથી જ પસંદગી કરવી જોઈએ.
• ફિગર ટાઇટ ડ્રેસિસઃ તમારી બોડી મેઇન્ટેન્ડ હોય તો ભલે, પણ ફિગર ટાઇટ ડ્રેસિસ પહેરીને એનો દેખાડો કોઈ બીજાનાં લગ્નમાં કરવાની જરૂર નથી જ નથી. લગ્નપ્રસંગ અને ફેમિલી ગેધરિંગ આવાં કપડાં પહેરવા માટે નથી. ટાઇટ ફિટિંગ બ્લાઉઝ કે ડ્રેસ કરતાં ફ્લોઇંગ ફેબ્રિક પહેરો, જેમાં હેવી બોર્ડર અને ક્રિસ્ટલ લગાવવામાં આવ્યાં હોય. વટ પડી જશે.
• સીઝન પ્રમાણે ડ્રેસિંગઃ શિયાળામાં જો તમે ઓપન ગ્રાઉન્ડ પાર્ટીમાં શિફોનની સાડી પહેરીને જશો તો અનકમ્ફર્ટેબલ જ લાગશે. એવાં કોઈ પણ ફેબ્રિક ન પહેરવાં જે સીઝન માટે સૂટેબલ ન હોય. એ સિવાય કપડાંમાં કોઈ ઓલ્ટરેશન હોય તો એ પણ ચેક કરી લેવું જેથી લગ્નમાં જવાના દિવસે કોઈ પ્રોબ્લેમ ન થાય.
• હાઈ-હીલ્સઃ લગ્નમાં કમ્ફર્ટેબલ સેન્ડલ્સ પહેરો. લગ્નપ્રસંગો લાંબા ચાલતા હોય છે અને ઘણી વાર તો લાંબો સમય ઊભા જ રહેવું પડે છે. મંડપ પાસે જતા સમયે ચંપલ કાઢવાં-પહેરવાં પડે એવું પણ બની શકે છે. આવામાં હાઈ-હીલ્સ પહેરવી અનકમ્ફર્ટેબલ રહેશે. આમાં પણ જ્યારે આઉટડોર વેડિંગ હોય ત્યારે તો પેન્સિલ હીલ પહેરવાનું અવશ્ય ટાળવું.
• કેઝ્યુઅલ ક્યારેય નહીંઃ કેઝ્યુઅલ લાગે એવું કંઈ પણ લગ્નમાં પહેરવાને લાયક નથી. બેલ-બોટમ્સ, કેપ સ્લીવ ડ્રેસિસ અને કુરતી-લેગિંગ્સ લગ્ન જેવા ટ્રેડિશનલ પ્રસંગોમાં પહેરવા માટે જરા પણ યોગ્ય નથી. પુરુષોએ તો જીન્સ અને ટી-શર્ટ કે કેઝ્યુઅલ ચેક્સવાળું શર્ટ પહેરીને લગ્નમાં જવાનો વિચાર પણ ન કરવો જોઈએ.
• મેક-અપઃ મેક-અપ કેવો કરવો જોઇએ તેનો આધાર લગ્નપ્રસંગ, સીઝન, સ્થાન અને કેટલા મોટા પાયાની ઇવેન્ટ છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. ઓફિસના સહયોગી કે ફ્રેન્ડનાં લગ્નમાં જવાનું હોય ત્યારે એકદમ ભપકાદાર અને પર્ફેક્ટ મેક-અપ કરીને જવાની જરૂર નથી. સિમ્પલ ફાઉન્ડેશન, લિપસ્ટિક અને આઇ મેક-અપ પૂરતો છે.

લગ્નમાં શું ન પહેરીને જવાય?...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.