લિઝ કેન્ડાલ લેબર પાર્ટીના ભાવિ નેતા?

લંડનઃ લેબર પાર્ટીના લેસ્ટર વેસ્ટના સાંસદ અને શક્તિશાળી જમણેરી બ્લેરવાદી ગ્રૂપના લિઝ કેન્ડાલ પક્ષના ભાવિ નેતૃત્વની હરોળમાં આવી ઉભાં છે. જો મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં વર્તમાન નેતા એડ મિલિબેન્ડ પક્ષને વિજય અપાવી ન શકે તો બ્લેરવાદી ગ્રૂપમાં શક્તિશાળી ગણાતાં લિઝ ભાવિ નેતા બની શકે છે.
લિઝ અને ૨૦૧૦માં ચૂંટાયેલા સાંસદો શેડો બિઝનેસ સેક્રેટરી ચુકા ઉમન્ના, શેડો હાઉસિંગ મિનિસ્ટર એમા રેનોલ્ડ્સ અને શેડો એજ્યુકેશન સેક્રેટરી ટ્રિસ્ટ્રામ હન્ટ ‘બ્રેકફાસ્ટ ક્લબ’ના સભ્ય છે. મિલિબેન્ડની છાયા કેબનેટની બેઠકો પહેલા આ ચારે સભ્યો પોર્ટક્યુલિસ હાઉસમાં અલગથી બેઠક કરે છે. શેડો હેલ્થ સેક્રેટરી એન્ડી બર્નહામ અને શેડો હોમ સેક્રેટરી યીવેટ કૂપર પણ મિલિબેન્ડનું સ્થાન લેવાના દાવેદાર મનાય છે. લિઝ કેન્ડાલ NHSમાં ખાનગીકરણની તરફેણ કરી રહ્યાં છે.
