શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડને પુનરોધ્ધાર માટે મંજુરી મળી

શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડને ૨૧મી સદીને અનુરૂપ મંદિર અને બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે તાજેતરમાં ઇલીંગ કાઉન્સિલ તરફથી મંજુરી આપવામાં આવી હતી. મંજુરી મળી ત્યારે કાઉન્સિલની ગેલેરીમાં સો કરતા વધારે સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

નવા બંધાનારા બિલ્ડીંગમાં કોમ્યુનિટી હોલ સાથેનું મંદિર બે માળનું રહેશે અને તેમાં ડાઇનિંગ હોલ અને રેસિડેન્શીયલ ફ્લેટનો પણ સમાવેશ કરાશે. આ ઉપરાંત કાર-સાયકલ પાર્કિંગ, અન્ય સવલતો સાથેનું મનોહર મંદિર આગામી ૨૦૧૭ના ઉનાળા પહેલા શરૂ કરવાનું આયોજન છે. મંદિરના પ્રમુખ શ્રી રશ્મીભાઇ ચટવાણીએ જણાવ્યું હતું કે ૧૩ વર્ષ પછી અમને ખૂબજ આધુનિક કહી શકાય તેવા સગવડતાપૂર્ણ મંદિરના નિર્માણની મંજુરી મળી છે અને અમે સ્થાનિક સમુદાય માટે સર્વશ્રેષ્ઠ મંદિરનું નિર્માણ કરીશું.

શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.