૯૦૦,૦૦૦ વૃદ્ધોને ઘરમાં જ રોજિંદા કાર્યોમાં મદદનો અભાવ

૯૦૦,૦૦૦ વૃદ્ધોને ઘરમાં જ રોજિં...

લંડનઃ મદદ ઈચ્છતાં વૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે સરકારી ભંડોળ સાથે સામાજિક સંભાળમાં કાપ મૂકાયો છે. આવી પરિસ્થિતિમાં ૬૫ વર્ષથી વધુ વયના ૯૦૦,૦૦૦ લોકોને તેમના ઘરમાં જ રોજિંદા કાર્યોમાં મદદની જરૂર હોવાં છતાં તેઓને મળતી નથી. ચેરિટી સંસ્થા એજ યુકેના જણાવ્યા અનુસાર અત્યારે માત્ર ૩૭૧,૦૦૦ વૃદ્ધોને પોતાના ઘરમાં રહીને રોજિંદા કાર્યોમાં મદદ મળે છે. ૨૦૧૦ પછી આવી મદદ મેળવતાં વૃદ્ધોની સંખ્યા ૧૭૦,૦૦૦થી વધુ ઘટી છે.

સ્થાનિક કાઉન્સિલોએ સૌથી વધુ અક્ષમતા અને બીમારી સાથેના લોકો સિવાય વૃદ્ધોને ઘરમાં અપાતી મદદ પાછી ખેંચી લેવાના પરિણામે હજારો વૃદ્ધો નિસહાય બન્યાં છે. સૌથી ખરાબ અસર હજારો મધ્યમવર્ગીય વૃદ્ધોને થઈ છે. સામાન્યપણે £૨૩,૨૫૦ મૂલ્યની મર્યાદામાં બચત અથવા પ્રોપર્ટી ધરાવતા લોકોને સરકારી મદદ મળતી નથી કે પોતાના ખર્ચે મદદ કેવી રીતે મેળવવી તેની સલાહ પણ અપાતી નથી.

ઘરમાં જ રહેતાં વયોવૃદ્ધ લોકોને સ્નાન, વસ્ત્રો પહેરવા, જમવા સહિતના રોજિંદા કાર્યોમાં મદદની જરૂર રહે છે. ૫૦૦,૦૦૦ વૃદ્ધને સ્નાનમાં, ૧૯૦,૦૦૦ને પથારીમાંથી ઉઠવામાં અને ૫૯૦,૦૦૦ને વસ્ત્રો પહેરવામાં, ૧૬૦,૦૦૦ને જમવામાં, ૨૦૦,૦૦૦ને દવાઓ લેવામાં અને ૧૨૦,૦૦૦ વૃદ્ધોને ટોઈલેટના ઉપયોગમાં તકલીફ હોવાં છતાં બાહ્ય મદદ મળતી નથી તેમ એજ યુકે સંસ્થાએ જણાવ્યું હતું.

૯૦૦,૦૦૦ વૃદ્ધોને ઘરમાં જ રોજિં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.