વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ

વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ...

કોઇ ગ્રોસરી સ્ટોર કે સુપર માર્કેટમાંથી બિસ્કિટ ખરીદવા જાવ તો કેટલા પેન્સ ચૂકવવા પડે છે? ૬૦ પેન્સ, ૭૦ પેન્સ... બહુ બહુ તો ચાર, પાંચ કે છ પાઉન્ડ. આટલી રકમમાં તો બિસ્કિટનું આખું પેકેટ આવી જાય. પણ એક બિસ્કિટ એવું છે જે ગયા સપ્તાહે વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ બની ગયું છે.

લંડનઃ કોઇ ગ્રોસરી સ્ટોર કે સુપર માર્કેટમાંથી બિસ્કિટ ખરીદવા જાવ તો કેટલા પેન્સ ચૂકવવા પડે છે? ૬૦ પેન્સ, ૭૦ પેન્સ... બહુ બહુ તો ચાર, પાંચ કે છ પાઉન્ડ. આટલી રકમમાં તો બિસ્કિટનું આખું પેકેટ આવી જાય. પણ એક બિસ્કિટ એવું છે જે ગયા સપ્તાહે વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ બની ગયું છે. આ બિસ્કિટની લંડનમાં હરાજી થતાં તેના અધધધ ૧૫ હજાર પાઉન્ડ ઉપજ્યા છે. આ બિસ્કિટ લાખેણું હોવાનું સૌથી મોટું કારણ એ છે કે તે વિશ્વવિખ્યાત જહાજ ટાઇટેનિક ૧૯૧૨માં ડૂબ્યું ત્યારે તેમાંથી મળી આવ્યું છે. ટાઇટેનિક જહાજે જળસમાધિ લીધી ત્યારે જે પ્રવાસીઓ બચી ગયા હતા તેમાનાં એકે આ બિસ્કિટ પોતાની સાથે લઈ લીધું હતું. આમ જહાજ ભલે ડૂબી ગયું, પણ પ્રવાસી સાથે બિસ્કિટ પણ ‘બચી’ ગયું હતું. આ જહાજ દુર્ઘટનામાં આશરે ૨૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.

વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.