આઇસીસી વર્લ્ડ ઇલેવનઃ એક પણ ભારતીય ક્રિકેટર નહીં

આઇસીસી વર્લ્ડ ઇલેવનઃ  એક પણ ભારતીય ક્રિકેટર નહીં

દુબઈઃ ક્રિકેટ વર્લ્ડ કપમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે આઈસીસી દ્વારા વર્લ્ડ ઇલેવન જાહેર કરવામાં આવી છે. જેમાં ટીમની કેપ્ટનશિપ ન્યૂ ઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમને સોંપાઇ છે અને ટીમમાં ન્યૂ ઝીલેન્ડના પાંચ ખેલાડીનો સમાવેશ કરાયો છે. તો બીજી તરફ વર્લ્ડ ઇલેવનમાં ભારતીય ટીમના એક પણ ખેલાડીનું નામ જોવા મળતું નથી.

વિશેષજ્ઞોની એક પેનલે ખેલાડીઓના પ્રદર્શનને આધારે આઈસીસી વર્લ્ડ ઇલેવન ટીમની પસંદગી કરી છે.
આઈસીસી દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે, મેક્કુલમને તેના આક્રમક બેટિંગ અને પ્રેરક કેપ્ટનશિપને કારણે આઈસીસી વર્લ્ડ ઇલેવનનો કેપ્ટન બનાવાયો છે. આઇસીસી વર્લ્ડ ટીમમાં માર્ટિન ગુપ્ટિલ (ન્યૂ ઝીલેન્ડ), બ્રેન્ડન મેક્કુલમ્ (ન્યૂ ઝીલેન્ડ, કેપ્ટન), કુમાર સંગાકારા (શ્રીલંકા, વિકેટકીપર), સ્ટિવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા), એબી ડી’ વિલિયર્સ (સાઉથ આફ્રિકા), મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા), કોરી એન્ડરસન્ (ન્યૂ ઝીલેન્ડ), ડેનિયલ વિટ્ટોરી (ન્યૂ ઝીલેન્ડ), મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂ ઝીલેન્ડ), મોર્ને મર્કેલ (સાઉથ આફ્રિકા) અને ૧૨મા ખેલાડી તરીકે બ્રેન્ડન ટેલર (ઝિમ્બાબ્વે)ને સ્થાન અપાયું છે.

આઇસીસી વર્લ્ડ ઇલેવનઃ એક પણ ભારતીય ક્રિકેટર નહીં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.