ઉત્સવની ઉજાણી કરાવતા 'આનંદ મેળા'નું આગમન
બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપના લોકપ્રિય અખબારો 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' પ્રસ્તુત ચાર 'આનંદ મેળા'અોની ભવ્ય સફળતા બાદ લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ, HA3 5BD માં આગામી શનિવાર તા. ૬ અને રવિવાર, તા. ૭ જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન ઉત્સવની ઉજાણી કરાવતા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપના લોકપ્રિય અખબારો 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' પ્રસ્તુત ચાર 'આનંદ મેળા'અોની ભવ્ય સફળતા બાદ લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ, HA3 5BD માં આગામી શનિવાર તા. ૬ અને રવિવાર, તા. ૭ જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન ઉત્સવની ઉજાણી કરાવતા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ ભવ્યાતિભવ્ય અને ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં આપ જો નહિં આવો તો ખરેખર ઘણુંબધું ચૂકી જશો એમાં કોઇ મત નથી. 'આનંદ મેળા'ના આ વર્ષના મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ' છે અને પસંદ કરાયેલ ચેરીટી સંસ્થા 'સેન્ટ લ્યુક્સ હોસ્પીસ' છે.
અબાલવૃધ્ધ સૌ કોઇ માટે અલબેલા 'આનંદ મેળા'માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે અને વ્યાજબી ભાવે આપ વિવિધ સેવાઅો મેળવી શકશો. 'આનંદ મેળા'નું મુખ્ય આકર્ષણ હંમેશા મનભાવન ભોજન અને ખાણી પીણીના સ્ટોલ્સ રહ્યાં છે. જી હા, આપ ખાણી પીણીમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, સુરતી લોચો, ફરસાણ, પાઉંભાજી વગેરેની પણ મોજ માણી શકશો.
અમારા દ્વારા આયોજીત 'આનંદ મેળા'નું આગવુ અને વિશેષ આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમો છે. બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, બાળકોના વિશેષ કાર્યક્રમો ઉપરાંત વિખ્યાત નામી ગાયક કલાકારો અફલાતુન ગીત સંગીત કાર્યક્રમો રજૂ કરનાર છે.
મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ'
'વર્લ્ડરેમીટ' વિશ્વની ટોચની કંપની છે જે વિદેશ રહેતા પરિવારજનો તેમજ મિત્રોને અોનલાઇન નાણાં મોકલવામાં મદદરૂપ થાય છે. 'વર્લ્ડરેમીટ' દ્વારા નાણાં મોકલવાનું ખૂબ જ આસાન છે અને તેઅો હાઇસ્ટ્રીટ પરના એજન્ટ તેમજ હવાલા કરતા લોકો કરતા અોછી અને વ્યાજબી ફી લે છે. નાણાં મોકલવા માટે ભરોસાપાત્ર 'વર્લ્ડરેમીટ'ની સેવાઅો વિશ્વના ૫૦ કરતા વધારે દેશોમાં મળે છે અને યુરોપ, એશિયા, આફ્રિકા, અમેરિકા અને અોસ્ટ્રેલીયાના કુલ ૧૧૦ કરતા વધારે સ્થળે પૈસા ટ્રાન્સફર કરી આપે છે.
એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો હેરો ૨૦૧૫
ઇન્ડીયાબુલ્સ હાઉસીંગ ફાઇનાન્સ લિ. અને એસેટ ઇન્ડીયા દ્વારા 'આનંદ મેળા'ના સહકારથી 'એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો હેરો ૨૦૧૫'નું આયોજન મેઝફિલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર HA3 5BD ખાતે શનિવાર તા. ૬ અને રવિવાર, તા. ૭ જૂનના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રોપર્ટી શો સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન ખુલ્લો રહેશે. પ્રોપર્ટી શોમાં સૌને માટે પ્રવેશ મફત છે અને મફત વિશાળ કાર પાર્કીંગની સગવડ પણ છે.
પોસાય તેવા ભાવની પ્રોપર્ટીની વિશાળ શ્રેણી ધરાવતા અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઇ, પુણે, દિલ્હી NCR, ગોવા, કોલકતા, બેંગલુરૂ અને ચેન્નઇના વિખ્યાત પ્રોપર્ટી ડેવલપર્સ આ પ્રોપર્ટી શોમાં ભાગ લઇ રહ્યા છે. આ શોમાં આપને ૧૫ લાખ રૂપિયાથી લઇને મોટી રકમની પ્રોપર્ટી રોકાણ માટે કે પછી રહેવા માટે પસંદ કરવાની સોનેરી તક સાંપડશે. આ પ્રોપર્ટી શો અંગે વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને ફોન નં. 020 7440 1822 અથવા તો ઇમેઇલ [email protected] કરવા વિનંતી છે.
પ્રવેશ ફીની રકમ સેન્ટ લ્યુક્સ હોસ્પીસને મળશે
'આનંદ મેળા'માં વ્યક્તિદીઠ માત્ર £૨.૫૦ની પ્રવેશ ફી (૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત) રાખવામાં આવી છે અને પ્રવેશ ફીની સંપૂર્ણ આવક સેન્ટ લ્યુક્સ હોસ્પીસને આપવામાં આવશે. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ આવા વડિલોને પોતાની બીમારી સામે લડી શકે અને તે માટે તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે અને છેલ્લે તેઅો પોતાના મનપસંદ સ્થળે ગૌરવપૂર્ણ રીતે મરણ પામે તે માટે મદદ કરે છે. આટલું જ નહિં સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારી ભોગવતા વડિલોના પરિવારજનો અને કેરરને પણ મદદ કરે છે. કોઇ પણ ચાર્જ વગર મફત સેવા આપતી આ સંસ્થાનો ૭૦% ખર્ચો આપણા સમુદાયના લોકો આપે છે અને આપ આનંદ મેળાની જે ટિકીટ ખરીદશો તેની સંપુર્ણ રકમ સેન્ટ લ્યુક્સ હોસ્પીસને મળશે અને તે રીતે પણ આપ સખાવતી કાર્યમાં સહભાગી થશો.
આનંદ મેળામાં સ્ટોલ બુક કરાવો અને વેપાર-વ્યવસાયનો વિકાસ કરો
જો આપ ઘરે બેઠાં સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો બીઝનેસ કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે આપના વેપારની જાહેરાત કરવાની આપની પાસે શ્રેષ્ઠ તક છે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે.
સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.
