જેકી ચાન છે આમિરખાનનો ચાહક

હોલિવૂડનો એક્શન હિરો જેકી ચાન વિશ્વભરમાં લોકપ્રિય છે.

હોલિવૂડનો એક્શન હિરો જેકી ચાન વિશ્વભરમાં લોકપ્રિય છે. તેણે થોડા સમય પહેલા એવું કહ્યું હતું કે, મેં બોલિવૂડની ફિલ્મો ખૂબ ઓછી જોઈ છે, જોકે, મને સૌથી વધુ ગમી હોય તેવી ફિલ્મ વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘થ્રી ઇડિયટ્સ’ છે. આ ફિલ્મે હોંગકોંગમાં ધૂમ મચાવી હતી. હું આ ફિલ્મના અભિનેતા આમિરખાનનો ચાહક છું.’ તેણે વધુમાં કહ્યું હતું કે, ભારતમાં ખાસ કરીને બોલિવૂડમાં અભિનેતાઓ ફિલ્મમેકર્સ બની જતા હોય છે, તેમાં મારી નજરે આમિર સૌથી સફળ ફિલ્મમેકર છે. જેકી ચાન કહે છે કે તે હવે મલ્લિકા શેરાવત સાથે બોલિવૂડમાં ધ મિથ નામની ફિલ્મમાં કામ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હોય તો ફિલ્મમાં અભિનય કરવાની મજા આવે છે. હોલિવૂડની ફિલ્મ હોય કે બોલિવૂડની હોય તેની સ્ક્રિપ્ટ હંમેશાં સારી હોય તો ફિલ્મને અચૂક સફળતા મળે છે જ.

જેકી ચાન છે આમિરખાનનો ચાહક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.