ટીમ ઇંડિયાની મજાક ઉડાવતા પાક.-બાંગ્લાદેશના ફેન્સ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને  સ્વદેશ પરત ફરી છે ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક પ્રશંસકો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં ફોન કરી ‘મૌકા-મૌકા’ એડવર્ટ ગાઈને મશ્કરી કરી રહ્યાં છે.

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને  સ્વદેશ પરત ફરી છે ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક પ્રશંસકો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં ફોન કરી ‘મૌકા-મૌકા’ એડવર્ટ ગાઈને મશ્કરી કરી રહ્યાં છે. વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે ટીવી ચેનલે ભારત-પાક. મેચ અગાઉ મૌકા-મૌકા જિંગલવાળી એડ બનાવી હતી. જેમાં પાકિસ્તાન સતત હારતું હોવાનો ઉલ્લેખ હતો. આ એડ ઘણી લોકપ્રિય થઈ હતી. હવે ભારત સેમિ-ફાઇનલમાં હારી જતાં પાક. અને બાંગ્લાદેશના ફેન્સ બીસીસીઆઈમાં ફોન કરી મૌકા-મૌકા ગીત ગાઈને મશ્કરી કરી રહ્યાં છે. બે દિવસમાં અંદાજે ૨૦૦થી વધુ કોલ બીસીસીઆઈને આવ્યા હતા. બીસીસીઆઈએ કંટાળી આ નંબરનું કનેક્શન બંધ કરાવી દીધું છે. આ કોલ બાંગ્લાદેશથી અને પાકિસ્તાનથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ટીમ ઇંડિયાની મજાક ઉડાવતા પાક.-બાંગ્લાદેશના ફેન્સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.