નિવૃત્તિ લેવા જેટલો ઘરડો નથી થયોઃ ધોની

નિવૃત્તિ લેવા જેટલો ઘરડો નથી થયોઃ ધોની

સિડનીઃ ટીમ ઇંડિયાના હાથમાં સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાની સુવર્ણ તક હતી, પણ ૨૭ માર્ચે ઓસ્ટ્રેલિયા સામેની સેમિ-ફાઇનલ મેચમાં કારમા પરાજય સાથે આ મોકો ગુમાવી દીધો હતો.

સિડનીઃ ટીમ ઇંડિયાના હાથમાં સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાની સુવર્ણ તક હતી, પણ ૨૭ માર્ચે ઓસ્ટ્રેલિયા સામેની સેમિ-ફાઇનલ મેચમાં કારમા પરાજય સાથે આ મોકો ગુમાવી દીધો હતો.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ દાવ લેતાં ૩૨૯ રનનો જંગી જુમલો ખડક્યો હતો. રનચેઝ માટે જાણીતી ટીમ ઇંડિયાએ આ વખતે ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારી લેતાં ભારતનો ૯૫ રને શરમજનક પરાજય થયો હતો.
મેચ બાદ ૪૦ મિનિટ ચાલેલી પ્રેસ કોન્ફરન્સમાં ધોનીએ તમામ સવાલોનો જવાબ આપ્યો. કેટલાક પ્રશ્નો અને તેના જવાબ..
• શું ૩૨૯ રન એવું લક્ષ્ય હતું કે ટીમ ઇન્ડિયા હાંસલ ન કરી શકે?
૩૦૦નો પડકાર હંમેશા મુશ્કેલ હોય છે. ઉપરથી અમે સતત ભૂલ કરતા ગયા.
• કોઈ યોજના હતી કે નહીં?
બાકી દેશોની જેમ અમારો લો ઓર્ડર મજબૂત નથી. આથી અમારે ૩૦ ઓવર સુધી
વિકેટ બચાવવાની હતી. શરૂઆત સારી રહી, બાદમાં રમત બગડી ગઈ.
• વિરાટ કેમ ફેઇલ ગયો? તે ફોકસ્ડ અને ફિટ તો છેને?
રાઇનો પહાડ ન બનાવો. તમામ ખેલાડી ફિટ છે. જોખમ ઉઠાવવું જ પડે... ક્યારેક સફળ થાવ તો ક્યારેક નિષ્ફળ...
• કાલે સંન્યાસ તો નહીં લઈ લો?
તમને શું લાગે છે. (હસતાં હસતાં) હજી એટલો ઘરડો નથી થયો. ૩૩નો જ છું. મીડિયાએ રિપોર્ટ બનાવવો જોઈએ કે મારું શરીર કેટલું દબાણ સહન કરી શકે છે. આવતા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ રમીશ. પછી વિચારશું ૨૦૧૯નો વર્લ્ડ કપ રમવો કે નહીં.
• ડ્રેસિંગ રૂમમાં શું માહોલ છે? તમે સાથીઓને શું કહ્યું?
ડ્રેસિંગ રૂમની વાત બહાર નથી કરતો. જે કહેવું છે તે ખેલાડીઓને કહી ચૂક્યો છું.
• દબાણમાં પણ મજાકના મૂડમાં કેવી રીતે રહો છો?
આવો જ છું. બસ, કેમેરા ઓન થતાં થોડું સખત થવું પડે છે. જોબની જરૂરત...
• આ વર્લ્ડ કપથી શું પોઝિટિવ શીખ્યા?
બોલરે જે બોલિંગ કરી છે તે આગામી સિરિઝમાં કામ આવશે. બેટિંગ પણ સારી રહી. શોર્ટ બોલ પર આઉટ થયા, પરંતુ હવે આ અમારી નબળાઈ નથી રહી.

નિવૃત્તિ લેવા જેટલો ઘરડો નથી થયોઃ ધોની
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.