રિશી કપૂર પુત્ર રણબીરથી નારાજ?

રિશી કપૂર પુત્ર રણબીરથી નારાજ...

લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા રણબીર કપૂર અને કેટરિના કૈફના સંબંધને રણબીરના પિતા રિશી કપૂરે સ્વીકારી લીધો છે.

લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા રણબીર કપૂર અને કેટરિના કૈફના સંબંધને રણબીરના પિતા રિશી કપૂરે સ્વીકારી લીધો છે. સાથોસાથ તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે કે, ‘આપણા વિચારો નવી પેઢીના વર્તન સાથે મેળ ખાતા નથી. મારા લગ્ન બાદ મારા પિતાએ મને અલગ વાતાવરણ આપ્યું હતું, હું પણ સાથે તેવું જ કરી રહ્યો છું. તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે રહેવા અમારાથી અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે પણ હું તેની સાથે હતો. તેના અંગત જીવનમાં હું દખલ દેતો નથી.’

રિશી કહે છે કે, રણબીર એક સારો પુત્ર છે. અને પિતાની વાત સાંભળે-માને છે. અમે એકબીજાની કારકિર્દી તેમ જ અંગત જીવનમાં માથું મારતાં નથી. ઉલ્લેખનીય છે કે રણબીર ને મળવા કેટરીના કૈફ મોડી રાત સુધી ઘરમાં રહેતી હતી તે પિતાને પસંદ ન હોવાથી જ પુત્રે કેટ સાથે અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. રણબીર-કેટના સંબંધથી પહેલાં તો નીતુ અને રિશી રાજી નહોતા પરંતુ હવે લાગે છે કે પુત્રની પસંદને સ્વીકારવી જ પડશે.

રિશી કપૂર પુત્ર રણબીરથી નારાજ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.