રોયલ કપલની રિક્ષાસવારી

બ્રિટનના રાજ ઘરાનાના પ્રિન્સ ચાર્લ્સ અને તેમનાં પત્ની કેમિલા પાર્કર આમ તો બેન્ટલી કારમાં જ પ્રવાસ કરે છે, પરંતુ તાજેતરમાં આ રોયલ કપલ તેમના વારસાગત નિવાસસ્થાન ક્લેરેન્સ હાઉસના પરિસરમાં ભારતનો તિરંગો દોરેલી રિક્ષામાં બેસીને ચક્કર મારવા નીકળ્યાં હતાં. જાણે કોઈ અમ્યુઝમેન્ટ પાર્કની રોલરકોસ્ટર રાઈડમાં બેઠાં હોય એમ તેમનું હસવું રોકાતું નહોતું. કેમિલા પાર્કર તો રિક્ષા શરૂ થઈ કે તરત આગળની પાઈપ પકડીને બેસી ગયાં હતાં. વાત એમ છે કે આગામી નવેમ્બરમાં ભારતમાં ટ્રાવેલ્સ ટુ માય એલિફન્ટ નામની ૫૦૦ કિલોમીટર લાંબી ઓટોરિક્ષા રેસ યોજાવાની છે. આ રેસ કેમિલા પાર્કરના સ્વર્ગસ્થ ભાઈ માર્ક શાન્ડની સ્મૃતિમાં અને લુપ્ત થઇ રહેલા એશિયન હાથીઓને બચાવવા માટે જાગૃતિ લાવવા માટે યોજાઇ રહી છે. ગયા વર્ષે અવસાન પામેલા માર્ક શાન્ડ એશિયન હાથીઓના જબરા ચાહક હતા. એ સ્પર્ધાને સમર્થન આપવા માટે આ રોયલ કપલે રિક્ષાસવારી માણી હતી. રિક્ષાના આગળના ભાગે ભારત અને ઈંગ્લેન્ડના રાષ્ટ્રધ્વજ અને ઉપર હાથીની નાનકડી પ્રતિમા મૂકાઈ છે.