વાહન ખરીદીમાં સુરતીઓ મોખરેઃ

સુરતવાસીઓને મોંઘવારી નડતી ન હોય તેવું લાગે છે. સુરતીઓએ આ વર્ષે અધધધ કહી શકાય તેટલા રૂ. ૨૭૫૦ કરોડના વાહનો ખરીદ્યા છે. તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓ દેશના અન્ય શહેરોની તુલનામાં વાહનોની ખરીદીમાં પણ મોખરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરત શહેરમાં ખાનગી વાહનોનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં ૨૪ લાખથી વધુ વાહનો આર.ટી.ઓ. કચેરીમાં નોંધાયા છે. જેમાંથી ૧૮ લાખ જેટલા ટુ વ્હીલર છે અને ત્રણ લાખ જેટલા ફોર વ્હીલર છે.

વાપી તાલુકા પંચાયતનું પુરાંતવાળું બજેટ મંજૂરઃ વાપી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ કેતન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૫-૧૬ નું અંદાજપત્ર રજૂ થયું હતું. સ્વભંડોળ અને સરકારી યોજના થકી તાલુકા પંચાયતનું પહેલું બજેટ રૂ. ૨૭,૭૨,૮૪,૫૦૦ મંજૂર થયું હતું. આ બજેટમાં પુરાંત રૂ. ૫.૬૭ લાખ દર્શાવાયી છે. જયારે રૂ. ૨૭,૬૭,૧૪,૭૦૦ના ખર્ચની જોગવાઇ પણ કરવામાં આવી છે.

વાપી નગરપાલિકાનાં ઉપપ્રમુખ લાંચ લેતા પકડાયાઃ વાપી નગરપાલિકામાં કચ્છી બિલ્ડરની લો રાઇઝ બિલ્ડિંગની ફાઇલ પાસ કરાવવા વહેવાર પેટે રૂ. ૭.૫૦ લાખની લાંચ લેતા પાલિકાના ઉપપ્રમુખ ઇશ્વરભાઈ પટેલ ગત સપ્તાહે એન્ટી કરપ્શન બ્યૂરોના છટકામાં ઝડપાયા હતા. ભાજપના શાસિત પાલિકામાં પાર્ટીના ઉપપ્રમુખ આટલી મોટી લાંચ લેતા ઝડપાયા હોય તેવી દક્ષિણ ગુજરાતની આ પ્રથમ ઘટના છે. આ બનાવને પગલે વાપી પંથકમાં ભારે ચર્ચા ચાલી હતી. સૂત્રો કહે છે કે, વાપીના કચ્છી બિલ્ડર અશોક તુલસીદાસ ભાનુશાલીએ વાપીના કોળીવાડ સહારા માર્કેટ પાસે લો રાઇઝ આ બિલ્ડિંગ બનાવવા માટે પાલિકામાં પ્લાન પાસ કરાવવા ફાઇલ મૂકી હતી.

વાહન ખરીદીમાં સુરતીઓ મોખરેઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.