વિદેશીઓ સરળતાથી બાળક દત્તક લઇ શકશે
ભારત સરકારે વિદેશીઓ માટે બાળક દત્તક લેવાના નિયમો સરળ બનાવ્યા છે.
નવીદિલ્હીઃ ભારત સરકારે વિદેશીઓ માટે બાળક દત્તક લેવાના નિયમો સરળ બનાવ્યા છે. આથી હવે વિદેશીઓને ભારતીય બાળકોને દત્તક લેવામાં કોઇ કડવા અનુભવો થશે નહીં. દત્તક લેવાયેલા બાળક માટે હવે વિદેશ મંત્રાલય પાસપોર્ટ ઇશ્યૂ કરવાની માર્ગરેખા સરળ બનાવી રહ્યું છે. આવા બાળક માટે હવે મંત્રાલય અલગ જન્મ પ્રમાણપત્ર રજૂ કરવાનો આગ્રહ રાખશે નહીં. જન્મ તારીખના પુરાવા માટે બાળકને દત્તક લેવાનો કોર્ટ ઓર્ડર પૂરતો રહેશે. આ આદેશને કારણે બાળકને દત્તક લેનાર માતા-પિતાને સરળતા રહેશે. ખાસ કરીને અનાથ કે ત્યજી દેવાયેલા બાળકો માટે કોર્ટના આદેશ પ્રમાણે તેઓ પાસપોર્ટ મેળવી શકશે.
