શિક્ષા સાથે શિક્ષણ અગત્યનું: વધુ ઝડપે કાર હંકારનાર ડ્રાઇવરો માટે "સ્પીડ અવેરનેસ" કોર્ષ

શિક્ષા સાથે શિક્ષણ અગત્યનું:

લંડન સહિત યુ.કેભરમાં હવે ઠેર ઠેર પોલીસ દ્વારા સ્પીડ કેમેરા ગોઠવાયા છે. અા સ્પીડ કેમેરા મૂકવાનો અાશય રોડ પર થતા જીવલેણ અકસ્માતો ઘટાડવાનો છે. એક સર્વેક્ષણ મુજબ ૨૦૦૨માં ગ્રેટ બ્રિટનમાં ૩,૪૩૧ કાર અકસ્માત નોંધાયા હતા અને ૨૦૧૩માં ૧,૭૧૩ (બે ટકાથી વધુ ઘટાડો) અકસ્માત થયા હતા. 

લંડન સહિત યુ.કેભરમાં હવે ઠેર ઠેર પોલીસ દ્વારા સ્પીડ કેમેરા ગોઠવાયા છે. અા સ્પીડ કેમેરા મૂકવાનો અાશય રોડ પર થતા જીવલેણ અકસ્માતો ઘટાડવાનો છે. એક સર્વેક્ષણ મુજબ ૨૦૦૨માં ગ્રેટ બ્રિટનમાં ૩,૪૩૧ કાર અકસ્માત નોંધાયા હતા અને ૨૦૧૩માં ૧,૭૧૩ (બે ટકાથી વધુ ઘટાડો) અકસ્માત થયા હતા. એનું કારણ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ કેમેરા હોવાનું મનાય છે. કેટલાક બિનધાસ્ત રીતે પૂરઝડપે કાર હંકારનાર ડ્રાઇવરો અા પોલીસ દ્વારા ગોઠવાયેલ કેમેરામાં ઝડપાઇ જાય તેમને મોટો દંડ ભરવો પડે અથવા તો એમના ડ્રાઇવીંગ લાયસન્સમાં પોઇન્ટ મળે કાં તો જપ્ત પણ થઇ જાય. હવે કેમેરામાં ઝડપાયેલા ડ્રાઇવરોને લાયસંસ પર ત્રણ પોઇન્ટ મૂકવાની ઇચ્છા ન હોય તેમને માટે મેટપોલીસ 'નેશનલ ડ્રાઇવર અોફેન્ડર રીટ્રેઇનીંગ સ્કીમ' (ANDORS) દ્વારા ડ્રાઇવીંગ અવેરનેસ કોર્ષની અોફર કરે છે. £૧૦૦ની ફી સાથે ડ્રાઇવરને “AA DriveTech” કોર્ષ માટે મોકલી ડ્રાઇવંીગ માટે જાગૃત કરવાનો પ્રયાસ થાય છે.

ગત ફેબ્રુઅારીમાં મધ્ય લંડનમાં પ્રતિ કલાક ૩૦ માઇલની સાઇન ધરાવતા રોડ પર અા લખનાર (કોકિલા પટેલ) ૪૫ માઇલની ગતિએ કાર હંકારી જતાં પોલીસ કેમેરામાં ઝડપાઇ ગયાં હતા. બે દિવસમાં જ મેટપોલીસના ટ્રાફિક ક્રિમિનલ જસ્ટીશનો પત્ર પોસ્ટમાં મળ્યો અને ફોર્મ ભરી લાયસંસની વિગતો ભરવા જણાવાયું. એ પછી "તમારે લાયસંસ પર ત્રણ પોઇન્ટ જોઇએ છે કે "સ્પીડ અવેરનેસ કોર્ષ" કરવો છે? એની પસંદગી કરવાનો પત્ર મળ્યો. એમાં મેં લાયસંસ પર પોઇન્ટ લેવાને બદલે ડ્રાઇવીંગમાં કેવી રીતે જાગૃતિ અાવી શકે એની જાણકારી મેળવવા કોર્ષ પસંદ કર્યો.

ગયા સપ્તાહે એન્જલ ખાતે  AA DriveTech દ્વારા અપાયેલ સતત ચાર કલાકના કોર્ષમાં ભાગ લીધો. બર્મંિગહામ, નોરફોક, કોવેન્ટ્રી, પીટરબરો, હેમલહેમસ્ટેડ, માંચેસ્ટર, સરે, કેન્ટ સહિત વિવિધ વિસ્તારોમાંથી ત્રીસેક ડ્રાઇવરો અા કોર્ષમાં જોડાયા હતા. શરૂઅાતમાં કેટલાકે એવો દાવો કર્યો કે પોલીસે ઠેર ઠેર અાવા કેમેરા ગોઠવી કમાણીનો ધંધો કરી રહ્યા છે. બબ્બેવાર કોર્ષ કરવા અાવેલા એક ડ્રાઇવરે તો સદંતર જ ડ્રાઇવીંગ બંધ કરી દેવાનું જણાવ્યું. ટયૂટર એન્જલાએ તેણે નાસીપાસ નહિ થવાનું કહી જણાવ્યું કે, તમારી વાત સાચી હશે પણ સાથે સાથે માર્ગો પર ગંભીર કાર અકસ્માતનું પ્રમાણ ઘટે અને ડ્રાઇવરમાં શિસ્તબધ્ધતા જળવાય એવો અાશય પણ ખરો! તેમણે કાર અકસ્માત થવાના મુખ્ય કારણોમાં ખાસ એક મોબાઇલ ફોન હોવાનું જણાવ્યું.

અા કોર્ષમાં મહત્વના ચાર E (Education, Engineering, Enforcement, Engagement) વિષે સમજણ અાપી એના ઉપર લાંબી ચર્ચા થાય. એ ઉપરાંત કાર હંકારતી વેળાએ ડ્રાઇવર માટે એકાગ્રતા, નિરીક્ષણ અથવા અવલોકન, અગમચેતી અને શિસ્તબધ્ધતા હોવી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું. ત્યાર બાદ સૌના હાથમાં રિમોટ અાપી બોર્ડ ઉપર વિવિધ વિસ્તારો (શહેરી, ગ્રામીણ, ડ્યુઅલ કેરેજવે અને મોટરવે)ના રસ્તા ઉપર કેટલી ગતિએ કાર હંકારવી એ વિષે પ્રશ્નોત્તરી થઇ. ઉપરાંત કેટલાક શહેરી અને ગ્રામીણ વિસ્તારોના અટપટા રસ્તાઅો સ્ક્રીન પર વિડિયો દર્શાવી દરેકના વ્યક્તિગત મંતવ્ય લેવાયા. બબ્બે ટયૂટર (એન્જલા અને ગરબા) દ્વારા ડ્રાઇવરને સ્પીડ અવેરનેસ કોર્ષ દ્વારા જાગૃત કરવામાં અાવ્યા. અા એક સમજણ અથવા જ્ઞાનવર્ધક અનુભવ કહી શકાય. અા કોર્ષમાં ૩૦ જણમાં ચારેક એશિયનો સિવાય મોટા ભાગના ગોરા ડ્રાઇવરો હતા. એમાં ચાર મહિલા ડ્રાઇવર હતી અને હું એકમાત્ર એશિયન-ગુજરાતી મહિલા હતી. જોે કે AA ડ્રાઇવટેક દ્વારા દિવસના બે-ત્રણ કોર્ષનું અાયોજન થાય છે.

શિક્ષા સાથે શિક્ષણ અગત્યનું:
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.