શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા રજત જયંતીની ઉજવણી કરાઇ
શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા સ્થાપનાની રજત જયંતીની ઉજવણી કરવા વિશેષ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાઇ રહ્યું છે. ઉજવણીના વિવિધ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ તરીકે તા. ૨૫-૧-૧૫ના રોજ ત્રણ ધામની યાત્રાનું આયોજન કરાયું હતું.
શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા સ્થાપનાની રજત જયંતીની ઉજવણી કરવા વિશેષ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાઇ રહ્યું છે. ઉજવણીના વિવિધ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ તરીકે તા. ૨૫-૧-૧૫ના રોજ ત્રણ ધામની યાત્રાનું આયોજન કરાયું હતું. સૌ પ્રથમ કોલીન્ડેલ દેહરાસરના દર્શન અને સ્નાત્રપૂજા કરાઇ હતી અને તે પછી કેન્ટન જૈન દહેરાસર અને સનાતન મંદિર વેમ્બલીના દર્શન કરાયા હતા. પ્રસ્તુત તસવીરમાં યાત્રામાં જોડાયેલા સદસ્યો નજરે પડે છે.
