સાયના નેહવાલઃ વર્લ્ડ નંબર વન

સાયના નેહવાલઃ વર્લ્ડ નંબર વન

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે વર્લ્ડ નંબર વનના રેન્કિંગ સાથે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે વર્લ્ડ નંબર વનના રેન્કિંગ સાથે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. સાયના ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે, જેણે વર્લ્ડ નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ભૂતકાળમાં પુરુષ વિભાગમાં પ્રકાશ પદુકોણે વર્લ્ડ નંબર વનનું રેન્કિંગ મેળવ્યું હતું. ૨૫ વર્ષીય સાયનાએ પ્રથમ વખત ઇન્ડિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશતા જાપાનની હાશિમોટોને ૨૧-૧૫, ૨૧-૧૨થી હરાવી હતી. આ સાથે જ રેન્કિંગમાં ટોચના સ્થાને તેનું નામ લગભગ નક્કી થઇ ગયું હતું.
લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલી સાયના તાજેતરમાં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી હતી અને રનર્સ-અપ બની હતી. સાયનાએ કારકિર્દીમાં ૧૪ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતી છે. જોકે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઓલિમ્પિકમાં ચેમ્પિયન બનવાનું તેનું સ્વપ્ન હજુ અધુરું છે.
આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ સાયનાએ કહ્યું હતું કે વર્લ્ડ નંબર વનના રેન્કિંગ કરતાં પણ તેને વધુને વધુ ટુર્નામેન્ટો જીતવાનું ગમશે. હજુ તેની રમતમાં અને ફિટનેસ લેવલમાં સુધારો કરવાનો અવકાશ છે એમ તે માને છે. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓને તે હરાવવા માંગે છે એવું પણ તેણે કહ્યું હતું.
સાયનાની બેવડી સિદ્ધિ
સાયના નેહવાલે વર્લ્ડ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યાના બીજા જ દિવસે ઈન્ડિયા ઓપન સુપર સિરિઝ ટાઈટલ જીતીને તેની કલગીમાં વધુ એક પીછું ઉમેર્યું હતું. સાયના બાદ મેન્સ સિંગલ્સમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે પણ ટાઇટલ જીતતા ઇન્ડિયા ઓપન સુપર સિરીઝમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ એમ બન્ને ટાઇટલ ભારતીય ખેલાડીઓ જીત્યા હોય તેવી અનોખી ઘટના બની હતી.
નવી દિલ્હીમાં શનિવારે રમાયેલી ફાઈનલમાં સાયનાએ થાઈલેન્ડની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રાતચાનોક ઈન્તાનોનને ૨૧-૧૬, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો. આમ વર્લ્ડ નંબર વન તરીકેની સિદ્ધિને સાયનાની ટાઈટલ જીતે વધુ યાદગાર બનાવી છે. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં શ્રીકાંતે ૧૮-૨૧, ૨૧-૧૩, ૨૧-૧૨થી ડેનમાર્કના એક્ષેલ્સેન સામે વિજય મેળવ્યો હતો.

સાયના નેહવાલઃ વર્લ્ડ નંબર વન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.