નાણા મુદ્દે સેવકે દંડી સ્વામીની નિર્મમ હત્યા કરી

શહેરમાં વસતા દંડી સ્વામીની નજીવી બાબતે સેવકે હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. 

વડોદરાઃ શહેરમાં વસતા દંડી સ્વામીની નજીવી બાબતે સેવકે હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. ગત શુક્રવારે રાત્રે બનેલી આ ઘટનામાં ૮૦ વર્ષીય સ્વામીની હત્યા કરનારા ૧૯ વર્ષના સેવકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ વડોદરાના વાસણા રોડ પર આદિત્ય કોમ્પલેક્સમાં બનારસસ્થિત એક આશ્રમની સાથે સંકળાયેલા દંડી સ્વામી રહે છે. તેમની સેવા ચાકરી માટે ઉત્તર પ્રદેશના અલ્હાબાદના કુલપુર ગામનો રાજેન્દ્ર ભારતલાલ બિંદ રહે છે. તેને વતન જવું હોવાથી દંડી સ્વામીની પાસે નાણાંની માંગણી કરી હતી. સ્વામીએ નવરાત્રી ચાલતી હોવાથી જવાની ના પાડી હતી. જેના કારણે બન્ને વચ્ચે ચકમચ ઝરી હતી. જેમાં ઉશ્કેરાયેલા રાજેન્દ્રકુમારે વૃદ્ધ દંડી સ્વામી પર વેલણ વડે હુમલો કરતાં તેમને ઈજા પહોંચી હતી. તેની સાથે મોઢામાં કાપડનો ડુચો માર્યો હોવાથી તેમનું મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સેવકે દંડી સ્વામીની નિર્મમ હત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.