‘આદર્શ માતા’ઃ ૪૧ વર્ષ પુરુષ તરીકે મજૂરી કરી પુત્રી ઉછેરી

‘આદર્શ માતા’ઃ ૪૧ વર્ષ પુરુષ તરીકે મજૂરી કરી પુત્રી ઉછેરી

કૈરોઃ ઇજીપ્તની એક મહિલા પતિના મૃત્યુ બાદ પરિવારનો નિર્વાહ કરવા અને પુત્રીનો ઉછેર કરવા માટે ૪૧ વર્ષ સુધી પુરુષ બનીને કામ કરતી રહી. આ મહિલાનું નામ છે સીસા અબૂ દાઓ. ગયા પખવાડિયે ઈજીપ્તની લક્સર પ્રાંતની સરકારે અબૂ દાઓના આ સંઘર્ષને બિરદાવતાં તેને 'આદર્શ માતા'નું ટાઈટલ આપ્યું હતું.

લગ્નના થોડા જ મહિનાઓ બાદ સીસા અબૂના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી સીસા અબૂનાં સંઘર્ષની શરૂઆત થઈ ગઈ હતી. તે સમયે અબૂ ગર્ભવતી હતી. બાળકીને જન્મ આપ્યા બાદ સીસા અબૂની સામે તેના પોતાના અને પોતાની પુત્રીનાં ઉછેરની જવાબદારી ઉભી થઈ. તેને ભારે મુશ્કેલી વેઠવી પડી કેમ કે ઇજિપ્શિયન સમાજ મહિલાઓને માટે કામ પર જવાની છૂટ આપતો નથી. આથી સીસા અબૂ દાઓ પોતાના ઉછેર માટે પુરુષનો વેશ ધારણ કરી કામ કરવા લાગી. તેણે ઈંટ બનાવવી, બુટ પોલિશ કરવા સહિત ઘણા કામ કર્યા. ઘણા વર્ષની મહેનત બાદ સીસા અબૂ દાઓએ પુત્રીના લગ્ન કર્યા, પરંતુ સંઘર્ષ પૂરો ના થયો. જમાઈ સતત બીમાર રહેતો હોવાથી સીસા અબૂને કામ ચાલુ રાખવું પડયું. ઘરમાંથી એક માત્ર કમાતા સભ્ય હોવાના કારણે તે આજે પણ કામ કરે છે. સીસા કહે છે કે તેણે સમાજની નજરથી બચવા ઉપરાંત પુરુષોની ખરાબ નજરથી બચવા માટે પુરુષનો વેશ ધારણ કરીને કામ કરવાનો નિર્ણય કર્યો હતો.

‘આદર્શ માતા’ઃ ૪૧ વર્ષ પુરુષ તરીકે મજૂરી કરી પુત્રી ઉછેરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.