કસ્તુરબાનું ઘર જર્જરિત હાલતમાં

ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે.

પોરબંદરઃ ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે.  આ બિલ્ડીંગમાં  ૧૧ એપ્રિલ ૧૯૬૯ના રોજ કસ્તુરબાના જન્મ થયો હતો.  કસ્તુરબાના પિતાજી ગોકુળદાસ કાપડિયાએ બંધાવેલા આ બહુમાળી મકાનની બારીઓ હાલમાં તૂટી ગઈ છે. દીવાલો ખવાઈ ગઈ છે. ક્યાંક ભીંતચિત્રો ઝાંખા થઈ ગયા છે. જૂનવાણી ઢબના મકાનના દરવાજા પણ અમુક જગ્યાએ જર્જરિત છે તેથી આ ઘરની સાચવણી જરૂરી બની જાય છે. 

કસ્તુરબાનું ઘર જર્જરિત હાલતમાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.