નેપાળમાં ભારતીય પ્રવાસીઓની બસને આગ

પોખારામાં અજાણ્યા લોકોના ટોળાએ રવિવારે ભારતીય નંબરપ્લેટ વાળી બસને સળગાવી હતી. જોકે ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સીપીએન-માઓવાદીઓનો હાથ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અહીં દેશવ્યાપી હડતાળ દરમિયાન ભારતીય સમાચાર ચેનલોના પ્રસારણને પણ પ્રતિબંધિત કરાયું હતું. 

કાઠમંડુઃ પોખારામાં અજાણ્યા લોકોના ટોળાએ રવિવારે ભારતીય નંબરપ્લેટ વાળી બસને સળગાવી હતી. જોકે ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સીપીએન-માઓવાદીઓનો હાથ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અહીં દેશવ્યાપી હડતાળ દરમિયાન ભારતીય સમાચાર ચેનલોના પ્રસારણને પણ પ્રતિબંધિત કરાયું હતું. જોકે આ મામલે કોઈ સત્તાવાર નોટિસ જાહેર કરાઈ નહોતી તેમજ મનોરંજન ચેનલો પર હડતાળના પગલે આવેલા પ્રતિબંધની કોઈ અસર જોવા મળી નહોતી.
દરમિયાન, ૩૦મી નવેમ્બરે નેપાળની હડતાળ સમેટવા મધેસી નેતાઓએ નેપાળ સરકાર સમક્ષ ૧૧ માગણીઓ મૂકી હતી. જોકે મંત્રણા નિષ્ફળ રહી હતી પરિણામે તેઓ બુધવારે ફરીથી નેપાળના વડા પ્રધાનને મળશે.

નેપાળમાં ભારતીય પ્રવાસીઓની બસને આગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.