પ્રિન્સેસ શાર્લોટનું માસુમ હાસ્ય

પ્રિન્સેસ શાર્લોટનું માસુમ હ

હાસ્ય એ કુદરતની અજીબ દેન છે અને તેમાં પણ જો એ હાસ્ય બાળકનું હોય અને તે પણ દેશની રાજકુમારીનું હોય તો શું કહેવું? જી હા, ડ્યુક અોફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલીયમ અને ડચેસ અોફ કેમ્બ્રિજ કેટના પુત્રી રાજકુમારી શાર્લોટની આ તસવીર જોઇને તમે પણ જરૂરથી ખુશ થઇ જશો.

ડચેસ કેટ દ્વારા લેવાયેલ આ તસવીર કેન્સિંગ્ટન પેલેસ દ્વારા ગત શનિવારે બહાર પડાઇ હતી. જેમાં પ્રિન્સેસ શાર્લોટે રમકડાના કુતરાને જોઇને અસ્ખલિત માસુમ હાસ્ય વેર્યું હતું. કુતરાની આંખોમાં આંખો પરોવીને ખિલખીલાટ હસી પડેલ શાર્લોટની આ તસવીર તેના એન્મર હોલ, નોરફોક ખાતે આવેલા ઘરે લેવામાં આવી હતી.

પ્રિન્સેસ શાર્લોટની જાહેર કરાયેલી આ બીજી તસવીર છે. આ પહેલા જુલાઇમાં સેન્ટ મેરી માગડાલેન ચર્ચ ખાતે બાપ્ટીઝમ વખતે તસવીર છપાઇ હતી. છ માસની વયના પ્રિન્સેસના વાળ તેની માતા ડચેસ કેટ જેવા આછા બ્રાઉન અને વાદળી રંગની આંખો તેના પિતા ડ્યુક વિલિયમ જેવા છે. રમકડાના કે અસલ કુતરા સાથેની આવી તસવીરો રાજઘરાનાની ૧૬૩૦ની સાલથી ચાલી આવતી પરંપરાના ભાગરૂપે છે.

પ્રિન્સેસ શાર્લોટનું માસુમ હ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.