‘કિલિંગ વિરપ્પન’ ફિલ્મની રિલીઝ અટકી

‘કિલિંગ વિરપ્પન’ ફિલ્મની રિલ

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કિલિંગ વિરપ્પન’ને રિલીઝ કરવા ઉપર ૨૮મી નવેમ્બરે કોર્ટે પ્રતિબંધ લાદી દીધો છે. કુખ્યાત ચંદન ચોર વિરપ્પનની પત્ની મુત્તુલક્ષ્મીના કહેવા મુજબ, વિરપ્પનના એન્કાઉન્ટર બાદ વર્ષ ૨૦૦૪માં ફિલ્મમેકર ફિલ્મ બનાવશે એવો કરાર થયો હતો અને ફિલ્મ છેક હવે બની છે. વળી, કરાર અનુસાર આ ફિલ્મ માત્ર હિન્દીમાં બનવાની હતી, પરંતુ ફિલ્મસર્જકે હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં પણ ફિલ્મ બનાવી છે.

વિરપ્પનની પત્નીની એવી પણ દલીલ હતી કે, સ્થાનિક ભાષા કન્નડ અને તમિલમાં ફિલ્મ બનવાથી તેના બાળકો ઉપર તેની વિપરીત અસર પડી શકે છે. તેથી પહેલાં તે ફિલ્મ જોઈને નક્કી કરવા ઇચ્છે છે કે સ્થાનિક સિનેમાગૃહોમાં રિલીઝ કરવી કે નહીં. મુત્તુલક્ષ્મીની વાતને માન્ય રાખતાં કોર્ટે ફિલ્મની રિલીઝ હાલમાં અટકાવી દીધી છે અને મુત્તુલક્ષ્મીને ફિલ્મ વહેલી તકે જોવા માટે તાકીદ કરી છે. રામગોપાલ વર્મા ‘કિલિંગ વિરપ્પન’ ૪થી ડિસેમ્બરે રિલીઝ કરવા માગતા હતા.

‘કિલિંગ વિરપ્પન’ ફિલ્મની રિલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.