કુદરત અજબ છે તારી લીલા: ૧૮,૦૦૦ જંતુઅો શોધાયા

કુદરતની લીલા પણ અજબ છે. હું અને તમે કદાચ દસ બાર પક્ષીઅો, જાનવરો કે માછલીઅોને જાણતા હોઇશું. પરંતુ આપણે જેને હજુ સુધી પૂરી અોળખી શક્યા નથી તે કુદરતની લીલા ખરેખર અજબ છે. આ વર્ષે શોધાયેલી ટોચની જે દસ નવી જાતી મળી છે તેમાં કાર્ટવ્હીલીંગ સ્પાઇડર છે. આ કરોળીયો બળદગાડાનું પૈડુ ફરે એમ પોતાના શરીરનું પૈડુ બનાવી દઇ દોડે છે અને તેની દોડવાની ઝડપ માણસ જેટલી હોઇ શકે છે. આજ રીતે પક્ષી જેવા પીંછા ધરાવતા ડાયનાસોરના અવશેષો પણ મળ્યા છે. એક એવી માછલી શોધાઇ છે જે દરિયાના તળીયે કુંડાળુ ધરાવતી ડિઝાઇનનો માળો બનાવે છે.

આ જંતુ-જાનવરોની શોધ સ્ટેટ યુનિવર્સીટી અોફ ન્યુ યોર્ક કોલેજ અોફ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ફોરેસ્ટ્રી દ્વારા કરાઇ છે. આ યુનિવર્સીટી તેની જીજ્ઞાસા વૃતી ધરાવતી આદતો અને અને અનોખો દેખાવ ધરાવતા જીવજંતુઅોની શોધ કરવા માટે જાણીતી છે. શોધાયેલી દસ જેટલી જાતોમાં એક નવ ઇંચ લાંબુ ફેલમ નામનું 'દાદાજીની લાકડી' જેવું નવ ઇંચ જેટલું જંતુ અવર્ણનીય છે. ગયા વર્ષે એક બે હજાર નહિં પણ પુરા ૧૮,૦૦૦ જીવજંતુઅોને નામ અપાયા હતા જે આપણા સૌ માટે અત્યાર સુધી અજાણ્યા જ હતા. 

કુદરત અજબ છે તારી લીલા: ૧૮,૦૦૦ જંતુઅો શોધાયા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.