નાઇજેલના નાકનું મૂલ્યઃ પાંચ મિલિયન પાઉન્ડ

નાઇજેલના નાકનું મૂલ્ય પાંચ મિ

લંડનઃ આપણે ત્યાં નાકની બહુ ઊંચી કિંમત આંકવામાં આવે છે, પરંતુ નાઇજેલ પુલી નામના ૬૩ વર્ષના આ ભાઈનું નાક ખરા અર્થમાં અતિ મૂલ્યવાન છે. તેમણે પોતાના નાકનો પૂરા પાંચ મિલિયન પાઉન્ડનો વીમો ઊતરાવ્યો છે. એકચ્યુઅલી, આ નાઇજેલભાઈ બ્રિટનના જાણીતા ચીઝ ટેસ્ટર છે. 

છેલ્લા ૧૮ વર્ષથી ચીઝને પારખવાનું કામ કરતા નાઇજેલ પુલીની ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય એટલી બધી સતેજ બની ગઈ છે કે તેઓ માત્ર સૂંઘીને કહી આપે છે કે આ ચીઝ મેચ્યોરિટીના કયા તબક્કામાં છે અને એની ક્વોલિટી કેવી છે!
ચીઝની ગુણવત્તા પારખવાની તેમના નાકની આ કાબેલિયતના આધારે જ સમરસેટમાં આવેલી વેક ફાર્મ્સ નામની કંપની દર સપ્તાહે મિલિયન પાઉન્ડનો વકરો કરે છે. આથી આ કંપનીએ નાઇજેલના નાકનો તોતિંગ વીમો ઊતરાવી લીધો છે.
ચીઝ પારખવાના તેમના આ અનોખી શક્તિનું રહસ્ય શું છે? નાઇજેલ પુલી કહે છે કે આ સુપરપાવરનું પણ ચીઝ જ છે. તેમના કહેવા પ્રમાણે સદાસર્વદા હેલ્ધી રહેવા માટે તેઓ દરરોજ અડધો કિલો ચીઝ પેટમાં પધરાવી જાય છે. નાઇજેલની પાચનશક્તિ બહુ સારી છે એવું તમને નથી લાગતું?!

નાઇજેલના નાકનું મૂલ્ય પાંચ મિ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.