બેબી કોર્ન પાલક

બેબી કોર્ન પાલક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ સમારેલી ડુંગળી - ૨ નંગ • સમારેલી પાલક - પોણો કપ • દહીં - ૨ ચમચા • બેબી કોર્ન - ૮ નંગ • આદુનું છીણ - ૧ ચમચી • સમારેલાં લીલાં મરચા - ૧ નંગ • હળદર - એક ચપટી • આમચૂર - ૧ ચમચી • ગરમ મસાલો - પા ચમચી • કસૂરી મેથી - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - વઘાર માટે

રીતઃ નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને તેમાં સમારેલી ડુંગળી, લીલાં મરચાં અને આદુનું છીણ નાખીને સાંતળો. ત્રણેક મિનિટ થાય અથવા ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને આંચ પરથી ઉતારી લો. ઠંડુ થાય એટલે તેમાં પાલક, દહીં, દૂધ અને અડધો કપ પાણી ઉમેરો અને મિક્સરમાં ક્રશ કરો. આ મિશ્રણને ફરી નોનસ્ટિકમાં કાઢી ગરમ કરો. તેમાં બેબી કોર્ન, હળદર, આમચૂર, ગરમ મસાલો, કસૂરી મેથી, મીઠું અને અડધો કપ પાણી રેડી હલાવીને ખદખદવા દો. બરાબર તૈયાર થાય એટલે મધ્યમ આંચે પાંચ મિનિટ રાખીને પછી નીચે ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો.

બેબી કોર્ન પાલક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.