ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓનો બદલાતો ચહેરોઃ કસ્ટમર્સને એપ્લિકેશનથી અપડેટ રાખે છે

ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓનો બ
Indian-Real-Estate

મુંબઇ, અમદાવાદઃ ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓ હવે સમય સાથે સ્માર્ટ બની રહી છે. આ કંપનીઓ સંભવિત ગ્રાહકોને, ખાસ તો વિદેશી ખરીદદારોને, નવા રિઅલ્ટી પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી પૂરી પાડી શકાય તે હેતુસર સ્માર્ટફોન માટે ઝડપભેર એપ્લિકેશન લોન્ચ કરવા લાગી છે.

મુંબઇ, અમદાવાદઃ ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓ હવે સમય સાથે સ્માર્ટ બની રહી છે. આ કંપનીઓ સંભવિત ગ્રાહકોને, ખાસ તો વિદેશી ખરીદદારોને, નવા રિઅલ્ટી પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી પૂરી પાડી શકાય તે હેતુસર સ્માર્ટફોન માટે ઝડપભેર એપ્લિકેશન લોન્ચ કરવા લાગી છે.
વિદેશમાં વસતા અને ભારતના રિઅલ એસ્ટેટ માર્કેટમાં ખરીદી કરતાં ઘણા ગ્રાહકો હંમેશા ભારતની મુલાકાત લઈ શકતા નથી, પણ આવી એપ્લિકેશન દ્વારા દરિયાપાર બેઠા-બેઠા સમગ્ર પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ નજારો મેળવી શકે છે.
એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખરીદદારો સાઇટ પર ઉપલબ્ધ સુવિધાઓ, ટેક્‌નિકલ વિગતો, પ્લાન, ભાવ વગેરેની માહિતી મેળવી શકે છે તેમ જ વર્તમાન બાંધકામના ફોટોગ્રાફ્સ અને આસપાસનાં સ્થળોના ફોટોગ્રાફ્સ પણ જોઈ શકે છે.
ગોદરેજ પ્રોપર્ટીસ તેના આગામી પ્રોજેક્ટ્સ માટે કેટલીક એપ પર કામ કરી રહી છે જ્યારે ટાટા હાઉસિંગ ડેવલપમેન્ટ કંપનીએ તો બે એપ્સ શરૂ પણ કરી દીધી છે. અને હવે મુંબઇના પરા વિસ્તાર મુલુન્ડમાં આકાર લઈ રહેલા લક્ઝરી પ્રોજેક્ટ 'ધી ગેટવે' માટે અન્ય એક એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવા પ્રોજેક્ટની એપ દ્વારા ગ્રાહકો આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર સાથે સંપર્કમાં રહી શકશે અને ઇન્ટિરિયર ડિઝાઇન અંગે સલાહસૂચન મેળવી શકશે.
ટાટા હાઉસિંગના એમડી અને સીઈઓ બ્રોટિન બેનરજીએ કહ્યું હતું કે, ‘આવી એપ્લિકેશનથી ગ્રાહકો પોતે જે પ્રોજેક્ટમાં નાણાં રોક્યાં છે તેની દરેક ગતિવિધિ પર નજર રાખી શકશે, વિવિધ ફોર્મ ઓનલાઇન ભરી શકશે તેમ જ પેમેન્ટની ચુકવણી પણ ઓનલાઇન કરી શકશે.’ ટાટા હાઉસિંગે દિલ્હી અને બેંગલૂરુના પ્રોજેક્ટ્સ માટે એપ લોન્ચ કરી છે.
ગોદરેજે અમદાવાદ, મુંબઈમાં ચેમ્બુર અને વિક્રોલી, ગુડગાંવ અને પૂણેના બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ માટે આઇઓએસ અને એન્ડ્રોઇડ આધારિત પ્લેટફોર્મ માટે એપ્સ તૈયાર કરી છે. અન્ય એક ડેવલપર કલ્પતરુએ આઇડિયા સાથે મળીને મોબાઇલ એપ રજૂ કરી છે. તાજેતરમાં જ કંપનીએ મુંબઈમાં ગોરેગાંવ ખાતેના તેના આગામી પ્રોજેક્ટ રેડિયન્સ માટે એપ લોન્ચ કરી છે.
કલ્પતરુના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘પરંપરાગત મીડિયા કરતાં ઓનલાઇન માધ્યમો દ્વારા ગ્રાહકો સુધી વધારે સંપર્કમાં રહી શકાતું હોવાથી અમે તેના પર પસંદગી ઉતારી છે. અમે માત્ર સ્થાનિક માર્કેટના સંભવિત ગ્રાહકોને જ નહીં પણ અન્ય શહેરોના તેમ જ એનઆરઆઇ ગ્રાહકોને પણ ટાર્ગેટ કરીએ છીએ.’
નાના બિલ્ડર પણ ઓનલાઇન માધ્યમનું મહત્ત્વ સમજવા લાગ્યા છે. જેમ કે, કોલકતાના સિદ્ધ ગ્રૂપ પાસે તેના અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે અલગ અલગ એપ્સ નથી. તેની સિદ્ધ મોબાઇલ એપ દ્વારા તે એનઆરઆઇ ગ્રાહકો સુધી પહોંચી રહી છે. એક વખત ગ્રાહક પ્રોપર્ટી ખરીદી લે એટલે તે આ એપ પર સાઇન-ઇન કરી શકે છે અને પ્રોજેક્ટની માહિતી મેળવતો રહે છે.

ભારતની રિઅલ એસ્ટેટ કંપનીઓનો બ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.