મુંબઇમાં ગુજરાતની મોડેલને મુસ્લિમ હોવાથી ફ્લેટમાંથી હાંકી કઢાઈ

મુંબઇના કુર્લાના ઝિશાનને મુસ્લિમ હોવાને કારણે સુરતના સવજીભાઈ ધોળકિયાની હરિકૃષ્ણ એક્સ્પોર્ટમાં નોકરી ન મળી હોવાનો વિવાદ પૂર્ણ થયો નથી ત્યાં બીજો વિવાદ ઊભો થયો છે. 

વડાલાની સંઘવી હાઇટ્સમાં મૂળ ગુજરાતની અને અત્યારે મુંબઈમાં રહેતી ૨૫ વર્ષની મોડલ મિસબાહ કાદરીને તે મુસ્લિમ હોવાથી ફ્લેટમાંથી હાંકી કઢાઈ છે. મિસબાહ હવે નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં આ મામલો ઉઠાવશે. મિસબાહે તેની બે હિન્દુ સહેલીઓ સાથે રહેવા બ્રોકર બંસલનો સંપર્ક કરી કરાર કરવાનો હતો. જોકે મિસબાહ મુસ્લિમ હોવાની જાણ થતાં બ્રોકરે તેને રહેવા માટે મંજૂરી આપી નહોતી. તેણે મિસબાહ પાસે એનઓસી માગ્યું કે, જો કોઇ મુસ્લિમ હોવાથી હેરાન કરે તો તેની જવાબદારી નહીં. જોકે મિસબાહ કરાર કર્યા વગર જ રહેવા આવી ગઇ હતી, પરંતુ બંસલે દબાણ કરી તેને હાંકી કાઢી હતી. આ અંગે સોસાયટીના રહિશનું કહેવું છું કે તેમના બિલ્ડિંગમાં ઘણા મુસ્લિમ પરિવારો રહે છે. અત્યારે મિસબાહ બાંદરામાં રહે છે. મિસબાહ મુંબઈમાં પાંચ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહી છે.

મુંબઇમાં ગુજરાતની મોડેલને મુસ્લિમ હોવાથી ફ્લેટમાંથી હાંકી કઢાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.