હળવી ક્ષણોએ...

ચંગુઃ તેં ચીન્ટુને નખ ચાવવાની ટેવ કેવી રીતે છોડાવી?
ચંપાઃ એના દાંત જ પડાવી નાખ્યા.

ચંગુઃ તેં ચીન્ટુને નખ ચાવવાની ટેવ કેવી રીતે છોડાવી?
ચંપાઃ એના દાંત જ પડાવી નાખ્યા.

સંતાએ અજાણ્યા નંબર પર ફોન કર્યો અને ફોન કોઈ મહિલાએ ઉપાડ્યો.
સંતાઃ તમારા ઘરમાં ફ્રિજ છે?
મહિલાઃ હા છે.
સંતાઃ અત્યારે ચાલે છે?
મહિલાઃ હા, ચાલે છે.
સંતાઃ તો પકડીને રાખજો, નહીં તો ભાગી જશે.
આમ કહીને તેણે ફોન મૂકી દીધો. થોડી વાર પછી પાછો નંબર લગાવ્યો.
સંતાઃ ફ્રિજ છે?
મહિલા (અકળાઈને)ઃ ના નથી.
સંતાઃ કહ્યું હતુંને કે પકડી રાખજો, નહીં તો ભાગી જશે.

પતિઃ હું જીવનમાં જે પણ કંઈ બન્યો છું એ પોતાના દમ પર બન્યો છું.
પત્નીઃ લો કરો વાત, આજ સુધી હું ભગવાનને ગાળો આપતી રહી.

હસબન્ડ તેની વાઈફના ખોળામાં માથું મૂકીને સુતો હોય છે.
વાઈફે પૂછ્યુંઃ કેવું ફીલ કરો છો?
હસબન્ડઃ એમ લાગે છે કે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં આરામ ફરમાવી રહ્યા છે.

ચંગુ અને ચંપા બાઈક પર બેસીને ફરવા જઈ રહ્યાં હતાં.
ચંપાઃ પ્લીઝ, તમે આટલી ફાસ્ટ બાઈક નહીં ચલાવો, મને ડર લાગે છે.
ચંગુઃ ડર લાગતી હોય તો તું પણ મારી જેમ આંખો બંધ કરી લે.

મંગુ માસ્ટરે એક દિવસ ક્લાસના છોકરાઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.
તેમણે છોકરાઓને પૂછ્યુંઃ હિન્દીમાં પાઠ નંબર-૨૫ કોણ વાંચીને આવ્યું છે?
લગભગ આખા ક્લાસના છોકરાઓએ પોતાની આંગળી ઊંચી કરી.
આ જોઈને માસ્ટર મંગુ અકળાઈ ગયા. અને બધા જ વિદ્યાર્થીઓએ તેમણે ઊઠબેસ કરવા કહ્યું.
બોલો કેમ?
હિન્દીના પુસ્તકમાં ૨૫ નંબરનો પાઠ જ નહોતો.

સંતા ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયો.
ડોક્ટરઃ તારું લિવર મોટું થઈને સૂજી ગયું છે.
સંતાઃ એનો મતલબ એમ કે હવે એમાં વધુ શરાબ ભરવાની જગ્યા થઈ ગઈ છે.

એક માણસે પોતાની વાઈફ જોડે ડિવોર્સ લીધા. થોડા દિવસ પછી એના દોસ્તે એને પૂછ્યુંઃ ડિવોર્સ પછી તો તું બહુ દુઃખી રહેતો હોઈશને? ખાવા-પીવાનો પ્રોબ્લેમ થતો હશે.
માણસઃ અરે જરાય નહીં, ઉલ્ટાનું હું તો ખુશ છું કેમ કે પહેલા બે જણનું જમવાનું બનાવવું પડતું હતું હવે ખાલી મારા એકલાનું જ બનાવું છું.

આજનું જ્ઞાનઃ દોસ્ત અને પત્ની બંને જોડે ક્યારેય ખુલાસા કરવાની જરૂર પડતી નથી કેમ કે
દોસ્ત કદી શંકા કરતો નથી અને પત્ની કદી વિશ્વાસ કરતી નથી.

એક પતિ તેની પત્ની જોડે ઝઘડતા બોલ્યોઃ હું હમણાં જ સાડીથી ફાંસો ખાઈને મરી જઈશ.
પત્નીઃ શું ગજબ કરો છો તમે પણ? આ મારી નવી નક્કોર સાડી છે.

પાકિસ્તાનનો ક્રિકેટ કેપ્ટન મિસ્બાહ એક ઓસ્ટ્રેલિયન યુવતીને પટાવવાની કોશિશ કરતાં કહે છેઃ ‘મૈં આપસે બે-ઈન્તેહા મહોબ્બત કરતાં હું...’
ઓસ્ટ્રેલિયન યુવતીઃ વોટ?
મિસ્બાહઃ મૈં આપ સે બહુત પ્યાર કરતા હું.
યુવતીઃ સ્પીક ઈન ઈંગ્લીશ.
મિસ્બાહઃ બોય્ઝ પ્લેઈડ વેલ, બટ ઈઝ વોઝ અવર બેડ લક ટુડે, સો વિ લોસ્ટ મેચ...

હળવી ક્ષણોએ......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.