હે....ભુલતા નહિં હોં.... ચાલો.... આનંદ મેળામાં: આ શનિ-રવિવારે હેરો લેઝર સેન્ટરમાં ગીત-સંગીત-નૃત્ય, મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણો

આપ સૌ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પ્રસ્તુત આનંદ મેળાની ઉજવણીનો સમય આવી પહોંચ્યો છે. શનિવાર અને રવિવાર તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે આપ સૌનું આનંદ મેળામાં સ્વાગત કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી માત્ર લંડન જ નહિં પણ યુકેના અન્ય શહેરોમાંથી પણ કોચ દ્વારા લોકો મોટી સંખ્યામાં 'આનંદ મેળા'માં ભાગ લેવા ઉમટી પડે છે. ઘરઘરમાં લોકપ્રિય થયેલા 'આનંદ મેળા'માં જો તમે આ વખતે હાજર ન રહ્યા તો ઘણું બધું ચૂકી જશો એમાં જરાય શંકા નથી.

'આનંદ મેળા'માં તમે બ્યુટી, વેડીંગ, ફેશન, સાડી અને ડ્રેસ મટીરીયલ્સ, ટ્રાવેલ, ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, બિઝનેસ, ટેલિકોમ્યુનિકેશન, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ, સોલીસીટર્સ સહિત વિવિધ સેવાઅો વિષે જાણકારી મેળવી શ્રેષ્ઠ સેવાઅોનો લાભ લઇ શકશો. આટલું જ નહિં ચટપટા નાસ્તા, પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી વાનગીઅો અને વ્યંજનોની મોજ માણવા મળશે. મિત્રો પાર્કિંગ શરૂઆતના ત્રણ કલાક માટે મફત છે તેનો ખાસ ખ્યાલ રાખવા વિનંતી.

એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૫

ભારતમાં ઘરનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા લોકોને હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટમાં તા. ૬-૭ જૂનના રોજ યોજાનારા એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૫માં મફત પ્રવેશ મળશે. આ શોમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર અને કંપનીઅો તરફથી વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં લોનની વ્યવસ્થા પણ મળી જશે. એસેટ ઇન્ડિયા અને ઇન્વેસ્ટર ડીકોડ જેઅો ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવાઅોનો લાભ મળશે.

આનંદ મેળો એટલે મનોરંજનનો ખજાનો

'આનંદ મેળો' તેના વિખ્યાત મનોરંજન માટે જાણીતો છે. આ વખતે આનંદ મેળામાં હની કલારીયા ડાન્સ એકેડેમી, મીરા ડાન્સ એકેડેમી, અર્ચના કુમાર ડાન્સ એકેડેમીના કલાકારો તેમજ મનોરમા જોશીના મનમોહક બોલીવુડ નૃત્યો, વિખ્યાત ગાયક કલાકારો નવિન કુંદ્રા, કિશન અમીન, વિકેશ ચાંપાનેરી, હેમીના શાહ, તૌકીર ખાન, મુહમ્મદ ફહાદ, નલિની પટ્ટણીના ગીતો તેમજ એલન વોટ્સ, તબલાવાદક મેહુલ શિવજી, ઢોલ પ્લેયર કવિરાજ ઘરયાલના સંગીતનો જાદુ જોવા સંભળવા મળશે.

આનંદ મેલાના મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ' છે જે વિદેશ રહેતા પરિવારજનો તેમજ મિત્રોને વ્યાજબી ફી લઇ અોનલાઇન નાણાં મોકલવામાં મદદરૂપ થાય છે. જ્યારે 'આનંદ મેલા'ની સહયોગી સખાવતી સંસ્થા સેન્ટ લ્યુક્સ હોસ્પીસ છે અને પ્રવેશ માટેની વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ સેન્ટ લ્યુક્સને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે.

વધુ માહિતી માટે સંપર્ક: 020 7749 4085.

હે....ભુલતા નહિં હોં.... ચાલો.... આનં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.