૮૦મા જન્મદિનની પાર્ટી દ્વારા કેન્સર ચેરીટીને £૩,૦૧૪ની સખાવત
આશ્ટનમાં રહેતા અને 'ગુજરાત સમાચાર'ના વર્ષો જુના વાચક મિત્ર શ્રી વિષ્ણુ મોહનદાસે પોતાના જન્મ દિનની ઉજવણીને એક અલગ જ સ્વરૂપ આપી મિત્રો અને સ્વજનોને પોતાને ભેટ આપવાના બદલે પસંદ કરેલી કેન્સર ચેરીટી ધ ક્રિસ્ટી અોલ્ડહામને દાન કરવા વિનંતી કરી હતી. જેના ફળ સ્વરૂપે કેન્સર ચેરીટીને £૩,૦૧૪ની મદદ કરવામાં િવષ્ણુભાઇ સહભાગી બન્યા હતા.

ગત વર્ષે પ્રોસ્ટેટ કેન્સરની બીમારીનો ભોગ બનેલા વિષ્ણુ મોહનદાસે જોયું હતું કે કેન્સર ચેરીટી ક્રિસ્ટી દ્વારા કેવું મહત્વનું અને ઉપયોગી કાર્ય થાય છે. બસ શ્રી વિષ્ણુભાઇએ પોતે ૮૦મા જન્મ દિનની પાર્ટી ક્રિસ્ટીના લાભાર્થે કરશે તેવું નક્કી કર્યું હતું.
વિષ્ણુભાઇએ ૨૦૦ કરતા વધારે મહેમાનોને નિમંત્રીત કર્યા હતા જેમાં તેમની સારવાર કરનાર તબીબો તેમજ ચેરીટીના સદસ્યો પણ સામેલ હતા. 'ગુજરાત સમાચાર' તરફથી શ્રી સીબી પટેલ અને ટીમના અન્ય સદસ્યો પણ જોડાયા હતા અને કર્મયોગા ફાઉન્ડેશન તરફથી £૫૦૧ની સખાવત કરી હતી.