• ઈસ્લામિક ત્રાસવાદી તરુણને આઠ વર્ષની જેલ

બોમ્બ માટેની સામગ્રી મેળવવા માનસિક અક્ષમ મિત્ર હેરી થોમસનો ઉપયોગ કરનારા ઈસ્લામિક ત્રાસવાદી તરુણ કાઝી ઈસ્લામને ઓલ્ડ બેઈલી કોર્ટે આઠ વર્ષની જેલની સજા સંભળાવી છે. ૧૯ વર્ષીય કાઝીની યોજના લિ રિગ્બી પરના હુમલાની જેમ જ પાઈપ બોમ્બ મારફત બ્રિટિશ સૈનિકો પર હુમલા કરવાની હતી. જોકે, યોગ્ય સામગ્રી નહિ મેળવી શકેલા થોમસે કેટલાક મિત્રો સમક્ષ આ યોજનાની વાત કરી દેતા ન્યૂહામ, ઈસ્ટ લંડનના કાઝી ઈસ્લામની યોજનાને નિષ્ફળ બનાવી શકાઈ હતી.

• કૂતરાઓનાં હુમલાથી ૭૦૦૦ લોકો હોસ્પિટલમાં

ગયા વર્ષે કૂતરાઓના કરડવાથી ૭,૨૨૭ લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. સામાન્ય હોસ્પિટલ એડમિશન કરતા આ સંખ્યા ત્રણ ગણી છે. નવ વર્ષથી નાના ૧,૧૫૯ બાળકોને કૂતરા કરડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ચેરિટી સંસ્થાએ નાના બાળકોને કૂતરાઓ સાથે એકલા રાખવા સામે ચેતવણી આપી છે. સંસ્થાએ ખતરનાક કૂતરાઓને નિયંત્રણમાં રાખવા બિનઅસરકારક નવા કાયદાઓમાં ધરમૂળ ફેરફાર લાવવા મિનિસ્ટર્સને અનુરોધ કર્યો હતો.

• બાળ સેક્સ અપરાધો અંગે ૧૫ પુરુષ સામે આરોપ

વેસ્ટ યોર્કશાયર પોલીસે સગીર કિશોરી સાથે બળાત્કાર અને જાતીય પ્રવૃત્તિ સહિતના અપરાધો અંગે બ્રેડફોર્ડ અને કિગ્લેના ૧૪ પુરુષ અને ૧૬ વર્ષના છોકરા સામે આરોપ લગાવ્યા હતા. મોટા ભાગના આરોપો ૨૦૧૧ અને ૨૦૧૨ના ગાળા સંબંધિત છે. બધા આરોપીને જામીન પર મુક્ત કરાયા છે અને તેઓ ૩૦ જૂને બેર્ડફોર્ડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થશે.

• ખામીગ્રસ્ત એરબેગ્સ સાથેની મોટરકાર્સ પાછી ખેંચાઈ

જાપાનની ટાકાટા કંપની દ્વારા ઉત્પાદિત ખામીગ્રસ્ત એરબેગ્સ સાથેની મોટરકાર્સ પાછી ખેંચાવાના કારણે દસ લાખથી વધુ બ્રિટિશ ડ્રાઈવર્સને અસર થઈ છે. આ ખામીપૂર્ણ એરબેગ્સ ફૂલે ત્યારે ફાટી શકે છે તેમજ ડ્રાઈવર અને આગળની બેઠક પરના પ્રવાસીને ધાતુના તીક્ષ્ણ ટુકડાં વાગવાથી જીવલેણ ઈજા થઈ શકે છે.

• ઈસ્લામિક ત્રાસવાદી તરુણને આ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.