નવી ફિલ્મના શૂટિંગ માટે રિતિક કચ્છમાં

ઓસ્કાર માટે નોમિનેટ થયેલી આમિરખાન અભિનીત ફિલ્મ ‘લગાન’ના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે વધુ એક મોટા બજેટની નવી ફિલ્મ શરૂ કરી છે. ‘લગાન’નું કચ્છમાં ફિલ્માંકન થયું હતું એ જ રીતે આ ફિલ્મ ‘મોહેંજો દડો’નું શૂટીંગ પણ કચ્છમાં કૂનરીયા નજીક શરૂ થયું છે. 

સિંધુ સંસ્કૃતિની પશ્ચાદભૂમાં પાંગરતી પ્રેમકથા ઉપર આધારિત આ ફિલ્મ માટે રિતિક રોશનનું ગત સપ્તાહે કચ્છમાં આગમન થયું છે. સંભવતઃ ત્રણ માસ સુધી આ ફિલ્મનું શૂટીંગ કચ્છમાં થશે. આ ફિલ્મ માટે ત્રણેક વર્ષથી આશુતોષે સાત પૂરાતત્વવિદોની મદદથી દેશની વિવિધ હેરીટેજ સાઈટનો અભ્યાસ કર્યો હતો જેમાં કચ્છની ધોળાવીરા સાઈટની પણ તેણે મુલાકાત લીધી હતી, આશુતોષ કહે છે કે જેમ ‘લગાન’ માટે આમીરખાન સિવાય બીજા હીરોની કલ્પના થઈ શકતી નથી એમ, આ ફિલ્મ માટે રિતિક એકદમ યોગ્ય છે. પ્રાચીન સંસ્કૃતિની પ્રેમકથાના હીરો તરીકે રિતિકની એકસાથે તારીખો મેળવવા ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી.

આશુતોષે અગાઉ રિતિકને લઈને ‘જોધા અકબર’ ફિલ્મ બનાવી હતી, આ પૂર્વે શાહરૂખ સાથે સ્વદેશ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં રિતિકની સામે મિસ યુનિવર્સ રનર્સઅપ રહી ચૂકેલી પૂજા હેગડે અભિનય આપશે.

નવી ફિલ્મના શૂટિંગ માટે રિતિક કચ્છમાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.