બર્મિંગહામની વધુ એક શાળા ઓફસ્ટેડના ખાસ પગલાં હેઠળ

બર્મિંગહામની વધુ એક શાળા ઓફસ્

બર્મિંગહામઃ ટ્રોજન હોર્સ યોજના નવેસરથી માથું ઉચકી રહી હોવાના ભય વચ્ચે બર્મિંગહામની વધુ એક શાળા સ્મોલ હીથ ને ઓફસ્ટેડના વિશેષ પગલાં હેઠળ મૂકવામાં આવી છે. અગાઉ, આઉટસ્ટેન્ડિંગ નોન-ફેઈથ સ્ટેટ સેકન્ડરી તરીકે નામના ધરાવતી આ શાળાને હવે સૌથી નીચા ગ્રેડમાં ડાઉનગ્રેડ કરાય તેવી શક્યતા છે.

ઓફસ્ટેડ દ્વારા મુખ્યત્વે મુસ્લિમ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાના વડા અને ગવર્નર્સને બદલવામાં આવે તેમ મનાય છે. ઈન્સ્પેક્ટરોએ શાળાની મુલાકાત લીધી ત્યારે જણાયું હતું કે અગાઉના ધર્મનિરપેક્ષ વડા શિક્ષકની વિદાય પછી શાળાનો અભ્યાસક્રમ સંકુચિત થયો હતો અને સ્ટાફમાં ગરબડ જણાતી હતી. સપ્ટેમ્બરમાં આવેલા નવા વડા શિક્ષક શાનાઝ ખાનને ટ્રોજન હોર્સના કેટલાંક મુખ્ય કાવતરાખોરોનું સમર્થન છે. આ લોકોએ બિન-મુસ્લિમ વડા શિક્ષકોની હકાલપટ્ટી કરી બર્મિંગહામની અનેક સરકારી શાળાઓમાં કટ્ટરવાદી ઈસ્લામિક રીતરસમો લાદી હતી.

મિસિસ ખાન અગાઉ કાર્ડિફમાં કેથીસ હાઈ સ્કૂલમાં ડેપ્યુટી મુખ્ય શિક્ષક હતાં. ગત ઉનાળામાં Isilના પ્રચાર વિડીઓમાં જાહેર થયેલા બ્રિટિશ જેહાદીઓ રીયાદ ખાન અને નાસીર મુથાના આ શાળાના વિદ્યાર્થીઓ હતા.

બર્મિંગહામની વધુ એક શાળા ઓફસ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.