કાવ્ય મંચ

સ્થાનિક કવિઅોની રચનાઅોને સમાવતા વિભાગ 'કાવ્ય મંચ' વિભાગમાં આ સપ્તાહે કેટલીક ચુનંદી કવિતાઅો રજૂ કરાઇ છે. 'કાવ્ય મંચ'ને ખૂબજ સુંદર પ્રતિભાવ સાંપડી રહ્યો છે. આશા છે કે વાચક મિત્રોને આ કવિતાઅો પસંદ આવશે.

કાવ્ય મંચ

સ્થાનિક કવિઅોની રચનાઅોને સમાવતા વિભાગ 'કાવ્ય મંચ' વિભાગમાં આ સપ્તાહે કેટલીક ચુનંદી કવિતાઅો રજૂ કરાઇ છે. 'કાવ્ય મંચ'ને ખૂબજ સુંદર પ્રતિભાવ સાંપડી રહ્યો છે. આશા છે કે વાચક મિત્રોને આ કવિતાઅો પસંદ આવશે.

આપની કવિતાઅો કે રચનાઅો ૧૫૦ શબ્દોની મર્યાદામાં ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલવા વિનંતી.

  • કમલ રાવ

૦૦૦૦૦૦૦

વિશ્વ શાંતિ

આખું વિશ્વ-બ્રહ્માંડ-સૃષ્ટિ-પૃથ્વી જગત વાંછે શાંતિ

યુદ્ધ ને અવ્યવસ્થા વિનાની સ્થિતિ ભગાડે અશાંતિ

યુએન સેક્રેટરી જનલ બાન કી મૂને વદે

સુમેળ, સુખ, આરામ, શાંતિ કરાર સર્વેને સદે

સમસ્ત માનવજાત જો પૂંજે દેવોના શિલ્પશાસ્ત્રી

આતંકવાદનો મોટો પડકાર કાઢે બધા શાસ્ત્રી

અહિંસા અને શાંતિના મસિહા રે મહાત્મા ગાંધીજી

અહિંસાના સિદ્ધાંતો સાથે શાંતિદૂત હતા ગાંધીજી

ચિંધેલી દિશા-કેડી પર ચાલવાની જરૂરિયાત

સિદ્ધાંત વિનાની રાજ ભૂલે બધાં રિયાસત

માનવતા વિના વિજ્ઞાન, તંદુરસ્તી વિના સંપત્તિ

ત્યાગ-બલિદાનની ભાવના વિના નોતરે આપત્તિ

પ્રમુખ સ્વામી મહારાજ, નરેન્દ્ર મોદી માગે શાંતિ

સૌર ઊર્જા, વનરાજીથી પર્યાવરણની સુરક્ષા

‘સૌનો સાથ - સૌના વિકાસ’ જરૂર પમરાવે રક્ષા

અકળાયેલા આતંકવાદી આતંક ભૂલે તો સારું

અલ્લાહ એમને અક્કલ બક્ષે પ્રાર્થના કરું વારું

- ડો. રતિલાલ પટેલ, વડોદરા.

00000000

પ્રેમનો પમરાટ

મારા નયનમાં છે પ્રેમ મોતી છલોછલ

નર્યો છે નશો હવે પ્રેમપ્યાલીમાં

અમી ભર્યું છે હૃદય તમારું છલોછલ

પ્રેમવર્ષા કરો આમ સદાય બની કોમલ

તો મન મારું ફૂલની જેમ ખિલખિલ

દરેક મોસમમાં પ્રેમપુષ્પની પમરાટ

પ્રેમનું ઝરણું વહેતુ રહે ખળખળ

હૃદય તટે છે પ્રેમનો તલસાટ

- ભારતી પટેલ, હેરો.

--૦૦૦૦૦૦૦૦૦૦

કોને કહું?

વિના ઋતુ વર્ષા પડીને શું કહું?

અશ્રુ ઝરતી આંખડીને શું કહું?

પ્રીતની પરાકાષ્ઠાને વિરહની ચરમસીમા

પણ હૃદયનું આ રુદન કોને કહું?

વિષાદ અને વિયોગ ભુલાવે ભાન મને

પણ આ હરકતથી થતી હાલત કોને કહું?

છેડતી થઈ જાય છે મુજની માં અંબા

પણ દિલની આ આદત પડી કોને કહું?

સૌ આપણા સ્નેહને અતૂટ કહે છે પ્રિયે

પણ અચાનકની આ જુદાઈ કોને કહું?

હતો સાથ તમારે પૂર્ણપણે નિષ્ઠાથી

પણ વિધીની આ વક્રતા હું કોને કહું?

-‘અંબાપ્રેમી’ - ડી. મોઢા, વેલીંગબરો

૦૦૦૦૦૦૦૦

નથી લઈ જવાનું

હતું  જે તે હવે નથી,

હવે છે તે રહેવાનું નથી.

આ સંસારમાં કાયમ કોઈ રહેવાનું નથી.

મા પુત્રને છોડી જાય,

પત્ની પતિ છોડી જાય,

અહીંયા સદાય કોઈ રહેવાનું નથી.

આ સંસારની એ જ બલિહારી છે,

અહીંથી સાથે કશું,

લઈ જવાનું નથી.

ધન દોલત બધી માયા છે,

સંપત્તિ બધી અહીં છોડી જવાની છે,

સાથે કાંઈ લઈ જવાનું નથી.

- અમૃતલાલ પી. સોની, વેમ્બલી, લંડન.

૦૦૦૦૦૦૦૦

હું પ્રેમ પામ્યો આપનો

આ દિલથી એનો સ્વીકાર છે

એ જ પ્રેમ જો હું સર્વત્ર વહેંચી દઉં

તો એ પ્રેમનો બહોળો વિસ્તાર છે

- દિનેશ માણેક, સાઉથ ફિલ્ડઝ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦

કાવ્ય મંચ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.