ડો. મહેશ દેસાઇને પ્રતિષ્ઠિત મેગેઝિનમાં સ્થાન

ડો. મહેશ દેસાઇને પ્રતિષ્ઠિત મે...

અહિની મૂળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલને વિશ્વમાં કિડની હોસ્પિટલ તરીકે નામના અપાવવામાં સંસ્થાના મેડિકલ ડિરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઇનો સિંહ ફાળો છે. 

નડિઆદઃ અહિની મૂળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલને વિશ્વમાં કિડની હોસ્પિટલ તરીકે નામના અપાવવામાં સંસ્થાના મેડિકલ ડિરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઇનો સિંહ ફાળો છે. હોસ્પિટલના વિકાસમાં આ સેવાભાવી તબીબે આપેલા પ્રદાનને ધ્યાનમાં લઇને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ‘હેલ્થ કેર એક્ઝિક્યુટિવ’નામના પ્રતિષ્ઠિત મેગેઝિનના તાજેતરના અંકમાં ડો. દેસાઇને સ્થાન આપવામાં આવ્યું છે. આ મેગેઝિનમાં દેશના ટોચના ૨૫ તબીબોની એક યાદી પ્રકાશિત કરી છે. ડો. દેસાઇ આ સફળતા માટે તેઓ પોતાના ‘ટીમવર્ક’ને આભારી માને છે. આ કિડની હોસ્પિટલ તેની નેફ્રોલોજી અને યુરોલોજી ક્ષેત્રે સમર્પિતતાને કારણે વિશિષ્ટ સેવાઓ આપતી ભારતની પ્રથમ હોસ્પિટલ બની છે. તેને આઇએસઓ-૯૦૦૧ઃ ૨૦૦૮ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયું છે.

ડો. મહેશ દેસાઇને પ્રતિષ્ઠિત મે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.