નવમા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સમાં ૨૭ મહાનુભાવની સિદ્ધિઓની ઉજવણી કરાઇ

પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીની સાંજે એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ (AVPPL)ની નવમી વર્ષગાંઠે વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધીનાસોનેરી સોપાન સર કરનાર ૨૭ મહાનુભાવોને એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ એનાયત કરી તેમની સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.

પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીની સાંજે એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ (AVPPL)ની નવમી વર્ષગાંઠે વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધીનાસોનેરી સોપાન સર કરનાર ૨૭ મહાનુભાવોને એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ એનાયત કરી તેમની સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.

આગવી રીતે સમાજની સેવા સાથે વર્તમાન અને ભાવિ વિશ્વને વધુ સારું બનાવવા તેઅોના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારી વિશિષ્ટ વ્યક્તિઓનું એવોર્ડ થકી સન્માન કરવાનો આ નમ્ર પ્રયાસ છે.

યુકેમાં રાજકીય પ્રક્રિયામાં સહભાગીદારીની સદી પુરાણી પરંપરા અનુસાર પુરુષો અને સ્ત્રીઓ સમાન તેમ જ અનેક રીતે રાજકીય અને જાહેર જીવનમાં ભાગ લે છે. રાજકીય પ્રતિનિધિઓ તરીકે પદભાર સંભાળવા, મતદાન જેવાં નાગરિકત્વના અધિકારોના ઉપયોગ તથા કોમ્યુનિટી અને સ્વયંસેવી સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવવાનો તેમાં સમાવેશ થાય છે.

આ એવોર્ડ્સ દર વર્ષે તેની અગાઉના ૧૨ મહિનામાં આંતરરાષ્ટ્રીય રાજકારણીઓથી માંડી સ્થાનિક સમુદાયમાં તફાવતસર્જક વિશિષ્ટ કામગીરી સાથે અસરો ઉપજાવનારી વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે. ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ એવોર્ડ્સ માટેની સ્પર્ધા ઘણી જ તીવ્ર રહી હતી. આ એવો અભૂતપૂર્વ કાર્યક્રમ છે, જ્યાં વાચકો દ્વારા વિશિષ્ટ વ્યક્તિને નોમિનેટ કરાય છે અને અગ્રણી મહાનુભાવોની બનેલી નિર્ણાયકોની સ્વતંત્ર પેનલ વિજેતાઓને પસંદ કરે છે.

આ સાંજના ઉદ્ઘોષકો તરીકે નીના ટી. પિરાણી અને ડીજે લોરાએ સેવા આપી હતી. ડીડીઓ સોલિસિટર્સ આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર હતા.

આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે અમારા એવોર્ડ્સથી જાહેર જીવનમાં વિપુલ પ્રદાન આપનારા કેટલાંક વિશિષ્ટ લોકોની કદર કરવામાં આવી છે. મને ગૌરવ છે કે આપણે રાજકીય પક્ષ, વંશ, વર્ણ અથવા ધર્મને ધ્યાનમાં લીધાં વિના જીવનના તમામ ક્ષેત્રોમાં રચનાત્મક તફાવત કરનારા લોકોના સન્માનની ઉજવણી કરી રહ્યા છીએ.

આપણા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત વિલિયમ હેગ જેવા એવોર્ડ વિજેતાઓ સંખ્યાબંધ અને નોંધપાત્ર સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિ તરીકે તુરત ઓળખી શકાય છે.

‘હું એ ગૌરવ પણ અનુભવું છું કે આપણા આ એવોર્ડ્સ બિઝનેસ પર્સન ઓફ ધ યર, પોલ લ્યુથર જેવી પોતાની કોમ્યુનિટીઝમાં નોંધપાત્ર પ્રદાન કરનારી વ્યક્તિઓનું પણ સન્માન કરે છે. હું આ વર્ષના તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું અને તેઅો સારાં કાર્યો કરતા રહે તેવો અનુરોધ પણ કરું છું.’

નિર્ણાયકોની પેનલના અધ્યક્ષ અને સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે, ‘આ વર્ષના પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ સમારંભમાં કેટલીક શ્રેષ્ઠ સિદ્ધિઓની ઉજવણી કરવાનો મને આનંદ થાય છે. આટલાં પરિશ્રમના કાર્યોના પગલે શિખરે પહોંચેલા વ્યક્તિઅો અને બ્રિટિશ રાજકારણના ઉભરતા સિતારાઓની સિદ્ધિઓની ઉજવણી ખરેખર લાયક છે. વિલિયમ હેગ, નિકી મોર્ગન અને એન્ડી બર્નહામ જેવી સન્માનીય વ્યક્તિઓનું આજે રાત્રે સન્માન કરાયું તેનો મને આનંદ છે.’

00000000

નવમા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ વિજેતા મહાનુભાવોની યાદી

• વિલિયમ હેગ, હાઉસ ઓફ કોમન્સના નેતા (રાજકીય પ્રદાન માટે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ)

• માઈકલ એસ્સેઈન (હ્યુમેનિટેરિયન કેમ્પેનર ઓફ ધ યર)

• નિકી મોર્ગન MP (કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર)

• એન્ડી બર્નહામ, શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ (શેડો કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યર)

• વેલેરી ગોનીયા, પ્રેસીડેન્ટ, ચેમ્બર અોફ ડેપ્યુટી રોમેનીયા (યુરોપિયન અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ)

• માધુ’સ શેરેટન હીથ્રો (રેસ્ટોરાં ઓફ ધ યર)

• લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ (ન્યૂઝપેપર ઓફ ધ યર)

• ઝેક ગોલ્ડસ્મિથ (કન્ઝર્વેટિવ બેકબેન્ચર ઓફ ધ યર)

• ઈયાન પેઈસ્લી MP (નોર્ધર્ન આયર્લેન્ડ MP ઓફ ધ યર)

• માર્ટિન હારવૂડ MP (લિબરલ ડેમોક્રેટ બેકબેન્ચર ઓફ ધ યર)

• એમા લેવેલ-બક MP (લેબર બેકબેન્ચર ઓફ ધ યર)

• ચિગવેલ મોર્ગેજ (સ્કૂલ ઓફ ધ યર)

• ભાસ્કર પટેલ (એક્ટર ઓફ ધ યર)

• માઈકલ એલિસ MP (૨૦૧૦-૨૦૧૫ પાર્લામેન્ટ માટે પ્રચાર અભિયાન)

• બેરોનેસ કિંગ ઓફ બો (ડાઈવર્સિટી ઈન ધ મીડિયા એવોર્ડ)

• ટોયોટા પ્રિયસ (કાર ઓફ ધ યર)

• લોરેન્સ વોર્ડ ( હાઉસ ઓફિસર ઓફ ધ યર)

• અલી સૌફાન (ત્રાસવાદ-વિરોધ માટે ઈન્ટરનેશનલ એવોર્ડ)

• જ્હોન કૂપર QC (લોયર ઓફ ધ યર)

• ઈબ્રાહિમ ડોગસ (કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ)

• ટેસા જોવેલ MP (નોંધપાત્ર રાજકીય પ્રદાન માટેનો એવોર્ડ)

• એમ્બેસેડર ડો. ઈયોન જિન્ગા (ડિપ્લોમેટ ઓફ ધ યર)

• પોલ લુથર (બિઝનેસ પર્સન ઓફ ધ યર)

• વિશાલ વડગામા (એચિવમેન્ટ ઈન આર્ટ્સ એન્ડ કલ્ચર)

• પ્રકાશ પટેલ (યંગ એન્ટરપ્રીન્યોર ઓફ ધ યર)

• ડો. અમિત લામ્બા (ડોક્ટર ઓફ ધ યર)

• ભૂપિન્દર સિંગ (પ્રોફેશનલ ઓફ ધ યર)

(ફોટો કર્ટસી: રાજ બકરાણીયા)

નવમા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સમાં ૨૭ મહાનુભાવની સિદ્ધિઓની ઉજવણી કરાઇ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.