નવયુવાન ઉદ્યોગ સાહસિક પ્રકાશ પટેલને યંગ એન્ટરપ્રિન્યોર અોફ ધ યર એવોર્ડ એનાયત

મૂળ કેરા કચ્છના વતની અને લંડનમાં એબીસી ડેપોના નામથી બિલ્ડર મર્ચન્ટના વેપાર સાથે સંકળાયેલા શ્રી પ્રકાશભાઇ પટેલને તાજેતરમાં જ બ્રિટનની પાર્લામેન્ટ ખાતે એશિયન વોઇસ – ગુજરાત સમાચાર દ્વારા યોજાયેલા 'એશિયન વોઇસ પોલિટીકલ પબ્લિક લાઇફ એવોર્ડ' સમારોહમાં 'યંગ એન્ટરપ્રિન્યોર અોફ ધ યર' એવોર્ડ એનાયત કરાયો હતો.

મૂળ કેરા કચ્છના વતની અને લંડનમાં એબીસી ડેપોના નામથી બિલ્ડર મર્ચન્ટના વેપાર સાથે સંકળાયેલા શ્રી પ્રકાશભાઇ પટેલને તાજેતરમાં જ બ્રિટનની પાર્લામેન્ટ ખાતે તા. ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ યોજાયેલા 'એશિયન વોઇસ પોલિટીકલ પબ્લિક લાઇફ એવોર્ડ' સમારોહમાં 'યંગ એન્ટરપ્રિન્યોર અોફ ધ યર' એવોર્ડ એનાયત કરાયો હતો. શ્રી પ્રકાશભાઇ સૌ પ્રથમ કચ્છી પટેલ છે જેમને પાર્લામેન્ટમાં યોજાયેલ સમારોહમાં 'યંગ એન્ટરપ્રિન્યોર અોફ ધ યર' એવોર્ડ મળ્યો છે.

માત્ર ૧૮ વર્ષની વયે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીની સ્થાપના કરનાર પ્રકાશભાઇ પટેલે માત્ર ૨૧ વર્ષની વયે પોતાની આગવી કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. વર્ષ ૨૦૦૩માં પ્રકાશભાઇએ તેમના ભાઇ વિનોદભાઇ સાથે મળીને તેમના પિતાની માલીકીની 'હલારીયા બિલ્ડર્સ મર્ચન્ટ' કંપની ખરીદી હતી. જે આજે નોર્થ લંડન વિસ્તારની સૌથી મોટી બિલ્ડર્સ મર્ચન્ટ પેઢી 'એબીસી ડેપો' તરીકે નામાંકિત બની ગઇ છે.

પ્રકાશભાઇની એબીસી ડેપો બિલ્ડીંગ મટીરીયલની વિવિધ પ્રતિષ્ઠીત કંપનીઅોની સોલ ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે. એબીસી ડેપોની બે શાખાઅોમાં સેલ્સ અને યાર્ડ સ્ટાફ તેમજ ડ્રાઇવર મળી કુલ ૫૦થી વધુનો સ્ટાફ સેવા આપે છે. વિનોદભાઇ પટેલે એબીસી ઉપરાંત ડ્રાઇ લાઇનીંગ ડિસ્ટ્રીબ્યુટર્સ, કેપિટલ ડ્રાયવોલ અને આઇબીસીની રચના પણ કરી છે. પ્રકાશભાઇની ખંત, ધગશ અને નિષ્ઠાના કારણે આજે એબીસી ડેપો પ્રગતિના પંથે દોડી રહ્યો છે.

પ્રકાશભાઇ પટેલના પિતા સ્વ. શ્રી દેવરાજ હલારીયા અને માતા ધનબાઇની ગણના કચ્છી સમુદાયના શ્રેષ્ઠ દાતા તરીકે થાય છે. તેમણે ધાર્મિક, શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર કહી શકાય તેવી સખાવત કરી છે અને સામાજીક ક્ષેત્રે પણ પટેલ પરિવારની છાપ મહત્વનું યોગદાન આપનાર તરીકેની છે. સ્વ. દેવરાજભાઇ કચ્છના કેરાથી કેન્યા ગયા હતા અને ત્યાંથી લંડન સ્થાયી થયા હતા અને આપબળે મહેનત કરીને તેમણે સિધ્ધીના સોપાન સર કર્યા છે.

માત્ર ૩૫ વર્ષની વયના 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં શ્રી પ્રકાશભાઇ પટેલને 'યંગ એન્ટરપ્રિન્યોર અોફ ધ યર એવોર્ડ' મળ્યો હોવાના સમચાર દેશ વિદેશમાં વાયુ વેગે પ્રસરતા આફ્રિકા, અોસ્ટ્રેલીયા અને ઇન્ડિયા સહિત યુકેભરમાંથી કચ્છી અગ્રણીઅો તરફથી પ્રકાશભાઇને હાર્દિક શુભેચ્છાઅો આપતા સંખ્યાબંધ ઇમેઇલ અને ફોન કોલ્સ મળ્યા હતા.

નવયુવાન ઉદ્યોગ સાહસિક પ્રકાશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.